રાજકોટ
News of Wednesday, 25th May 2022

ટેરાટે કાર્ડ ઓશોની વિવિધ થેરેપીઓમાંથી પ્રમુખ વિદ્યા

૨૫ મે વિશ્વ ટેરાટે કાર્ડ દિવસ

પારંપરિક ટેરો કાર્ડની વિદ્યા ઇજિપ્‍તમાંથી ૧૫ મી સદીમાં શોધાઇ. ત્‍યારબાદ જિપ્‍સીઓએ તેમનાં વિશ્વપ્રવાસ દરમિયાન ટેરોકાર્ડ વિદ્યાને વિશ્વભરમાં પ્રચલિત બનાવી. ધીરે ધીરે મૃતઃપ્રાય થતી આવી અતિ પ્રાચીન વિશ્વવિદ્યાઓને એક નવું તેમજ આધુનિક, આધ્‍યાત્‍મિક સ્‍વરૂપ આપી રહસ્‍યદર્શી પ્રબુધ્‍ધ ઓશોએ પૂના ખાતેની મલ્‍ટીવર્સીટીમાં નવું જીવનદાન આપ્‍યું ભારતમાં ઉપરાંત વિશ્વમાં હજુ પારંપરિક ટેરોવિદ્યાથી જ્‍યોતીષ કથન કરતાં ટેરોકાર્ડ રીડર ઘણી મોટી સંખ્‍યામાં ઉપલબ્‍ધ છે.

પરંતુ એક ચોક્કસ પ્રકારનો ઉચ્‍ચ વર્ગ, ઊંડી સમજ ધરાવનાર બુધ્‍ધિજીવી વર્ગ પોતાનાં આધ્‍યત્‍મિક, આંતરિક તેમજ અંગત જિવનમાં સુક્ષ્મ પ્રશ્‍નોનો ઉકેલ મેળવવા ઓશોનાં માર્ગદર્શન નીચે તેનાં માસ્‍ટર દ્વારા તૈયાર થયેલ ટેરોકાર્ડનો ઊપયોગ કરે છે.

ઓશોનાં આધ્‍યાત્‍મિક ટેરોકાર્ડની વિશેષતા એ છે કે તે કૌટુંબિક, સામાજીક, આર્થિક જેવી સાંસારિક બાબતોમાં ગુંચવાઇ ગયેલા પ્રશ્‍નોનું નિરાકરણ તો કરે છે. ઉપરાંત સામેની વ્‍યકિતના આંતરિક મનમાં ચાલતા વિચારો, તરંગો તથા સામેની વ્‍યકિતનું સમગ્ર ચરિત્ર્ય, સ્‍વભાવ, સંસ્‍કાર, ઉછેર, રહેણી કરણી વગેરે તેની ઓરામાંથી જોઇ શકે છે.

કોઇપણ આધ્‍યાત્‍મિક શક્‍તિનો ઉપયોગ તેનાં માસ્‍ટર પાસેથી વ્‍યવસ્‍થિત શીખ્‍યા પછી જ કરવો જોઇએ. શીખી લીધા પછી તેના પ્રયોગ ખૂબ ધ્‍યાન પૂર્વક કરવા જોઇએ જેથી  સવ્‍યંની શક્‍તિ તેમજ સામેની વ્‍યકિતની શક્‍તિઓને કોઇ હાની પહોંચે નહીં.

ટેરોકાર્ડ હૃદય, બુધ્‍ધિ, મન, વિચારો, અભિવ્‍યકિત દરેક બાબતને સ્‍પર્શી ઝીણવટ પુર્વકનાં બ્‍લોકેજ દૂર કરી વ્‍યકિતને સાચી દિશા દેખાડે છે જેને લીધે વ્‍યકિત ખોટાં રસ્‍તા પર જઇ આર્થિક, આંતરિક, અંગત નુકશાનથી બચી શકે છે.

ગુજરાતના પ્રથમ સ્‍પીરીચ્‍યુઅલ ટેરોટ કાર્ડ રીડર પૂર્વીદીદી (મા દિવ્‍યમ સૂરંજના) ઓશોનાં અનુયાયી છે. તેઓ સૌરાષ્‍ટ્રના સાગરકાંઠાના શહેર પોરબંદરના રહેવાસી  અને ધ્‍યાન તેમજ ટેરો વિદ્યાના પ્રચાર પ્રસાર માટે અવિરત યાત્રા પ્રવાસ કરતાં રહે છે.

૨૦૦૪થી એમણે ઓશો ટેરોકાર્ડ થી બહોળો સમુદાયને પોતાનાં જ્ઞાનનો લાભ આપવાનું ચાલુ કર્યું છે.

ઓશો ઝેન ટેરોકાર્ડ, ઓશો તાઓ ટેરોકાર્ડ, ઓશો બુધ્‍ધા કાર્ડ, ઓશો સંવાદ કાર્ડ, કિષ્‍ના કાર્ડ, સુફી કાર્ડ, શક્‍તિ કાર્ડ, કોસ્‍મીક કાર્ડ, જેવા અનેક વિધ  ટેરોકાર્ડના સેટ દ્વારા તેમણે આ વિદ્યાને હસ્‍તગત કરી  છે.

સ્‍વામિ આનંદ હરીષ તેમજ મા અંતર પ્રેમ (અનુમા), યોગ આલોકના માર્ગદર્શન હેઠળ પુર્વીદીદીએ ૨૦૦૪ થી આ વિદ્યાને ગુજરાતમાં પ્રચાર પ્રસારનાં માધ્‍યમો દ્વારા   પ્રચલિત કરી લોકોની સમસ્‍યા દૂર કરવાની શરૂઆત કરી. જેમાં તેમને આર્થિક સહયોગ સ્‍વામી યોગ ઘનશ્‍યામનો મળી રહ્યો છે.

ટેરોકાર્ડનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે તેવો સવાલ કરતા પુર્વીદીદી જણાવે છે કે ટેરોકાર્ડ ખાસ કરીને સંબધોમાં આવતી સુક્ષ્મ સમસ્‍યાઓને દૂર કરે છે. જેમ કે બિઝનેશ રિલેશન, પર્સનલ રિલેશન, ફેમીલી રિલેશન.

 વ્‍યકિતત્‍વ વિકાસ

સમગ્ર પ્રકારના વ્‍યકિતત્‍વ વિકાસ, આંતરિક વિકાસ, પર્સનાલીટી ડેવલપમેન્‍ટ સ્‍પિરીચ્‍યુઅલ પ્રોગ્રેસ જેવી બાબતોમાં ટેરોકાર્ડનો ઉપયોગ થાય છે.

તેમજ આ એક નેચરોપથી, આર્યુવેદ, રેઇકી, જેવી આધ્‍યાત્‍મિક વિદ્યા હોવાથી આનાથી સામેમાળી વ્‍યકિતને હીલીંગ પણ આપી શકાય છે તેમજ મનની શાંતિ પ્રદાન થાય છે. આધ્‍યાત્‍મિક ખોજમાં ટેરોકાર્ડ એક સહાયક વિદ્યા છે. ગુજરાતનાં પ્રથમ એક સહાયક વિદ્યા છે. ગુજરાતનાં પ્રથમ ટેરોકાર્ડ રીડર પૂર્વીદીદી રાજકોટ ખાતે આવેલ ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાનમંદિરનાં કાર્યક્રમોમાં ઉદઘોષિકા તરીકે પણ સેવા આપે છે.

ઓશોના ટેરોકાર્ડ ઓનલાઇન તેમજ રાજકોટ ખાતેથી મેળવવા ઓશો સત્‍યપ્રકાશ ધ્‍યાન મંદિર, ૪ વૈદ્યવાડી, ડીમાર્ટ પાછળ, ગોંડલ રોડ પર સ્‍વામી સત્‍યપ્રકાશનો સંપર્ક કરી શકાય છે. મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬

તેમજ ઓશો ટેરોકાર્ડ શીખવા સમજવા તેમજ તેનું ફોન પર માર્ગદર્શન મેળવવા પૂર્વીદીદી (માં સૂરંજના) મોબાઇલ ૯૩૨૭૮ ૦૨૨૧૧ , ૯૪૨૬૨ ૪૦૯૬૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:47 pm IST)