રાજકોટ
News of Wednesday, 25th May 2022

સોનાના ઘરેણામાં ધાતુ મીકસ કરી ઠગાઇકરવા અંગે આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. રપઃ ઘરેણા બનાવવા આપેલ સોનામાં એલોઇ ધાતુ મીકસ કરી ઠગાઇ કરનાર આરોપીની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.

ગત તા. ૧૦-૩-રર ના રોજ એ ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદી દીપકભાઇ પ્રભુદાસભાઇ કાગદડા રહે. સાધુ વાસવાણી રોડ, સનસીટીએપાર્ટમેન્‍ટ વાળાએ ફીરયાદ કરેલી કે જયરાજ પ્‍લોટમાં રાજમુદ્રા જવેલર્સ નામની સોની કામની દુકાન ધરાવે છે અને તેઓએ ઘરેણા બનાવવા માટે રામનાથપરા શેરી નં.૧૦ માં રહેતા શાહરૂખભાઇ અશગરકમલ સીદીકીને સોનું આપેલ તે સોનામાં એલોઇ ધાતુ મિકસ કરી ફરિયાદી સાથે છેતરપીંડી અને વિશ્‍વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાયેલ.

આ ફરીયાદને અનુસંધાને પોલીસે આરોપી શાહરૂખભાઇ સીદીકીની ધરપકડ કરી જેલ હવાલે કરેલ તે ગુન્‍હામાં આરોપી પાસે, પુરતો પુરાવો હોવાથી ચાર્જશીટ કરવામાં આવેલ. ચાર્જશીટ પછી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે અવાર નવાર સોની વેપારીઓ સાથે આવા ઠગાઇના ગુન્‍હા બનતા હોય છે. આવા ગુન્‍હામાં જામીન આપવા જોઇએ નહિં તે રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજ શ્રી એસ. વી. શર્મા એ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયા હતાં.

(5:03 pm IST)