રાજકોટ
News of Wednesday, 25th May 2022

૧૩ વર્ષની સગીરાનું અપહરણ કરી દુષ્‍કર્મઆચરવાના ગુનામાં આરોપીના જામીન નામંજુર

રાજકોટ તા. રપઃ અત્રે ૧૩ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી લઇ જઇ તેની સાથે શરીર સબંધ બાંધવાના ગુન્‍હામાં આરોપીએ કરેલ જામીન અરજી નામંજુર કરવાનો સ્‍પે. કોર્ટે હુકમ કર્યો હતો.

સને ર૦ર૦ ની સાલમાં આ કામના આરોપી ચિરાગ ઘનશ્‍યામભાઇએ ભોગ બનનાર કે જેની ઉંમર ૧૩ વર્ષની હોય તેને લગ્ન કરવાનીો લાલચ આપી વાલીપણામાંથી ભગાડી લઇ ગયા અંગેનો ગુન્‍હો આચરેલો.

આ ગુન્‍હામાં પોલીસે આરોપીની અટક કરી કોર્ટ હવાલે કરેલ અને બનાવની તપાસ કરી કોર્ટમાં આરોપી વિરૂધ્‍ધ ચાર્જશીટ કરેલું. આરોપીએ અગાઉ પણ જામીન ઉપર મુકત થવા અરજી કરેલી જે તમામ અરજીઓ કોર્ટે મેરીટ ઉપર નામંજુર કરેલી.

હાલ સદર કેસ પુરાવા ઉપર ચાલતો હોય આરોપી વિરૂધ્‍ધ પૂરતો પૂરાવો રેકર્ડ ઉપર આવતો હોય તે મતલબની સરકારી વકીલ આબીદ સોસને કોર્ટમાં દલીલો કરતા આ દલીલોને ધ્‍યાને લઇ પોકસો કોર્ટના સ્‍પેશ્‍યલ જજ એ. વી. હિરપરા એ આરોપીની હાલની જામીન અરજી રદ કરેલી હતી.

આ જામીન અરજીના કામમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આબીદ સોસન રોકાયેલ હતા.

(5:02 pm IST)