રાજકોટ
News of Wednesday, 25th May 2022

સસ્‍તા અનાજના દુકાનદારોમાં દેકારો : મે માસનો ઘઉં-ચોખા-તુવેરદાળનો ૬૦ ટકા જથ્‍થો દુકાનો ઉપર પહોંચ્‍યો નથી...

રોજે રોજ દુકાનદારો-ગ્રાહકો વચ્‍ચે ભારે ઘર્ષણ : હવે ૬ દિવસમાં વિતરણ કેમ કરવું ?! : તુવેરદાળ ભારે ખરાબ આવે છે : એજન્‍સીને જવાબદાર ગણો : ગરીબ કાર્ડ હોલ્‍ડરોના આરોગ્‍ય સાથે ચેડા ન કરો... : DSOને વિસ્‍તૃત આવેદન આપી રજૂઆત કરતુ ફેરપ્રાઇઝ એસો.

રાજકોટ, તા. રપ :  શહેરના સસ્‍તા અનાજના દુકાનદાર એસ.ના અગ્રણીઓએ જીલ્લા પુરવઠા અધિકારીને આવેદન પાઠવી ચાલુ માસમાં ગોડાઉનમાંથી દુકાન સુધી જથ્‍થો ન મળવા અંગે ગંભીર પ્રકારની ફરીયાદો કરી હતી.

આવેદનમાં ઉમેયુ હતું કે, મે અને એપ્રિલ માસમાં પૈસા ભરેલ છતા હજુ રાજકોટ શહેર અને જિલ્લામાં હજુ માલ ૬૦ ટકા જથ્‍થો જ દુકાનમાં મળેલ છે. તેમાં પણ કેટલાક વેપારીઓને રેગ્‍યુલર જથ્‍થો મળેલ છે તો પી.એમ.જી.કે. વાય. રાજય અને કેન્‍દ્રએ બે માંથી એક જ જથ્‍થો મળેલ છે. આજે ચાલુ માસની ર૪ તારીખ સુધીમાં જથ્‍થો મળેલ નથી આખરમાં ૬ દિવસમાં વિતરણ કેવી રીતે કરવું ? દરરોજ દુકાને ગ્રાહક અને દુકાનદારોને ઝગડા થાય છે. માટે ચાલુ માસમાં જથ્‍થો કયારેય મળશે અને બાકીના દિવસોમાં જો વિતરણ ન થઇ શકે તો તેના માટે અમારે શું કરવુ઼ તે બાબતની અમને જાણકારી આપશો. જથ્‍થા માટે અગાઉ પણ એક વર્ષ સમયસર જથ્‍થો ન મલવાને કારણે અમો ખુબ જ પરેશાન થયેલા છીએ જથ્‍થો આપવાની કોઇ તારીખ જ આપવામાં આવતી નથી અમોને આખર તારીખમાં જ માલ મળતો હતો.

ડોર સ્‍ટેપ ડિલેવરીની મજુરી સરકારમાંથી ટેન્‍ડર આપવામાં આવે છે. તેનું બીજ અમારા કમીશનમાંથી કાપી અને મજુરી સરકાર જ આપે છે છતા પણ અમારે મજુરી ચુકવવી પડે છે. આ માંગણી અમારી બે વર્ષથી છે છતા પણ ન્‍યાય મળતો નથી. જથ્‍થામાં બે કિલો થી વધારે એક પ૦ કિલોની ગુણમાં ઘટ આવે છે તે પણ અમારી જુની માંગણી છે. ચાલુ માસમાં બારદાન ખુબ જ ફાટેલા આવેલા છે. તેમાં પણ વજનમાં ઘટ આવશે તો બાબતે યોગ્‍ય કરવા વિનંતી.

તૂવેરદાળ બાબતે આવરનવાર દુકાનદારોને જો રેશનકાર્ડ ધારકોને દાળ ખરાબ આપવામાં આવે છે. તો તેના માટે દુકાનદાર સામે પગલા લેવામાં આવે છે. આ બાબતે અમો કયાય જવાબદાર નથી કારણ કે તે જથ્‍થો એજન્‍સી દ્વારા ગોડાઉનમાંથી જ અમોને દાળ આપવામાં આવે છે તેમાં ખરાબ દાળ નિકળે તો એજન્‍સી જવાબદાર છે. તો આ બાબતે દુકાનદારને શા માટે પરેશાન કરવામાં આવે છે.

સરકાર તુવેરદાળ ગરીબ અને મધ્‍યમ વર્ગને સારા અભિગમથી દાળ આપવામાં આવે છે પરંતુ જે એજન્‍સી દ્વારા જ દાળ નબળી ગુણવતાની આપવામાં આવે છે જેના પરીણામે સરકાર તેમજ દુકાનદારોને બદનામી મળે છે માટે એજન્‍સી સામે પગલા લેવામાં આવે કારણ કે નબળી દાળ આપવાથી આરોગ્‍ય સાથે ચેડા કરવામાં આવે છે. તેમજ આવી દાળ બાળકો, વૃધ્‍ધ, સગર્ભા મહિલાના આરોગ્‍યને નુકશાન પહોચે છે. માટે પગલા લેવા જરૂરી છે.  તુવેરદાળ આપવા તો ઘઉં જયારે નબળા કક્ષાના આવે ત્‍યારે દુકાનદાર તંત્રને જાણ કરશે. અમારી સામે પગલા લેવા કરતા ગોડાઉનમાં જથ્‍થની ચકાસણી કરવા વિનંતી અગાઉ પણ ૯૦ દિવસ સસ્‍પેન્‍ડ અને જથ્‍થો સીઝ કરવાના પગલા લેવામાં આવે આ બાબતે યોગ્‍ય કરવા આપને વિનંતી છે. તેમજ ચાલુ માસે દુકાનો ખાતે અત્‍યાર સુધીમાં મોડો પહોચ્‍યો હોય અથવા પહોંચ્‍યો ન હોય ત્‍યારે ગ્રાહકો તરફથી ફરીયાદ કરવામાં આવે છે તેમાં દુકાનદારો કસુરવાન ન હોય જે બાબતે યોગ્‍ય કરવા વિનંતી આવેદન દેવામાં પ્રમુખ માવજીભાઇ રાખશીયા અને અન્‍યો જોડાયા હતા.

(3:14 pm IST)