રાજકોટ
News of Wednesday, 25th May 2022

ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં થયેલ હત્‍યા કેસમાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા.રપઃ અત્રે નિલકંઠ ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં થયેલ હત્‍યાના ગુનામાં આરોપી વિવેક વિઠ્ઠલભાઇ વડારીયાને અદાલતે જામીન ઉપર મુકત કરેલ.

બનાવ વિગત જોવામાં આવે તો ફરીયાદી અનુબેન રાજેશભાઇ સોલંકીએ આરોપી વિવેક વિઠ્ઠલભાઇ વડારીયા વિરૂધ્‍ધ મરણ જનાર રાજેશને અન્‍ય આરોપી સાથે એકસંપ થઇ દસ્‍તા વડે માથામાં ઇજાઓ કરી મૃત્‍યુ નીપજાવેલ જે ગુન્‍હામાં આજી ડેમ પોલીસ સ્‍ટેશન આઇ.પી.સી.ની કલમ-૩૦૨, ૨૦૧, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવેલ જેમાં આરોપી વિવેક વિઠલભાઇ વડારીયા અને અન્‍ય આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

આ કેસમાં આરોપી વિવેક તેમના વકીલ મારફત કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી અને દલીલમાં જણાવેલ હતું કે બનાવ સમયે આરોપી વિવેક બનાવ સ્‍થળે હાજર ન હતો અને આરોપી વિવેક અન્‍ય આરોપી વિશાલભાઇના કારખાનામાં નોકરી કરતા હતા તેમજ સીસીીટીવી ફુટેજમાં આરોપીની હાજરી હતી નહી.

આ કામે આરોપી વિવેકને એવીડન્‍સ એકટ કલમ-૯ મુજબ કોઇ જગ્‍યાએ ઓળખ પરેડ થયેલ નહીં તેમજ સી.આર.પી.સી.ની કલમ-૧૬૨, કલમ-૯ મુજબ નિવેદન નોંધાવેલુ હોય તેવચાર્જશીટમાં રજુ થયેલ નથી. માાત્ર શંકાના આધારે આરોપી વિવેકને  હત્‍યા જેવા ગંભીર ગુન્‍હામાં સંડોવી દીધા હતા તેમજ ઉપરોકત દલીલોને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્‍યાને લઇ ગુજરાત હાઇકોર્ટ અદાલતને વિવેક વિઠલભાઇ વડારીયાના જામીન મંજુર કરેલા.

ઉપરોકત કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઇ શાહ તથા ગુજરાત હાઇકોર્ટના ધારાશાષાી ખીલનભાઇ ચાંદ્રાણી અને ધારાશાષાી અશ્વિનભાઇ ગોસાઇ, ભાવીનભાઇ રૂધાણી,ચિત્રાંક એસ.વ્‍યાસ, નેહાબેન સી.વ્‍યાસ, નિતેશભાઇ કથિરિયા, નિવિદભાઇ પારેખ, હર્ષિલભાઇ શાહ, કશ્‍યપભાઇ ઠાકર, રવિભાઇ મૂલિયા, બિનાબેન પટેલ, રાજુભાઇ ગોસ્‍વામી વિગેરે રોકાયેલ હતા.

(3:07 pm IST)