રાજકોટ
News of Wednesday, 25th May 2022

વચ્‍છરાજનગરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૦ ઝડપાયા આજી ડેમ પોલીસનો દરોડોઃ ૧૫ હજારની રોકડ કબ્‍જે

ᅠરાજકોટ તા.રપઃ કોઠારિયા રોડ વચ્‍છરાજનગરમાં આજી ડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ૧૦ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ વચ્‍છરાજનગરમાં કેટલાંક શખ્‍સો જુગાર  રમતા હોવાની બાતમી મળતા વચ્‍છરાજનગર શેરી નં.૧ માં દરોડો પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પુનીતનગર પાછળ ઓમપાર્ક શેરી નં.૧ ના જીજ્ઞેશ ચુનીલાલભાઇ સોરઠીયા, શાપર વેરાવળ, બાલકદાસભાઇ રાઠોડ, કોઠારીયા સોલવન્‍ટ સોમનાથ કાંટાવાળી શેરીમાં રહેતો બબલુઅલી અલીહુશેનભાઇ શેખ, શાપરના કારખાનાની ઓરડીમાં રહેતો રામજી તીરથસિંહ રાજપુત, લોઠડાના કારખાનાની ઓરડીમાં રહેતો નરેન્‍દ્ર શીવરામભાઇ રાજપુત, દેવેન શ્‍યામબીહારી રાજપુત, શાપરના કારખાનામાં રહેતો રીવન્‍દ્ર  જગદીશચંદ્રભાઇ રાજપુત, શાપરના કારખાનાની ઓરડીમાં રહેતો ભરત મંગલસિંગ રાજપુત અને અમીત અનંદીભાઇ રાજપુતને પકડી લઇ રૂા.૧૫૩૧૦ની રોકડ સહીતની મત્તા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.ડી.વાળા તથા કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

(3:00 pm IST)