રાજકોટ
News of Wednesday, 25th May 2022

લોકોને તાત્‍કાલિક ન્‍યાય મળે તે માટે ગૃહ મંત્રાલય સક્રિયઃ હર્ષ સંઘવી

આજે રાત્રે રાજકોટમાં શરૂ થનાર ‘જાણતા રાજા'' નાટક જોવા પહોંચી જવા ગૃહમંત્રીનું આમંત્રણઃ પોલીસ વિભાગ અને રમતગમતના પ્રશ્‍નોનું નિરાકરણ લાવવા ખાત્રી

રાજકોટ તા. ર૪: ગુજરાત રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે આવ્‍યા છે આજે સાંજ સુધી તેઓના ભરચકક કાર્યક્રમો છે.

આટકોટ ખાતે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે યોજાનાર હોસ્‍પિટલ લોકાર્પણ કાર્યક્રમ સ્‍થળનું પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યું હતું.

રાજકોટ ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, લોકોને તાત્‍કાલીક ન્‍યાય મળે તે માટે ગૃહ મંત્રાલય સજજ છે. લોકોને ન્‍યાય મળે અને અણ ઉકેલ પ્રશ્‍નો ઉકેલવા માટે રાજયનું ગૃહ વિભાગ સતત સક્રિય રીતે કાર્ય કરે છે અને ગૃહ મંત્રાલય દ્વારા ત્‍વરીત નિર્ણયો લઇને લોકોને ન્‍યાય આપવામાં આવ્‍યો છે.

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે, પોલીસ વિભાગના તથા રમત-ગમતના વિવિધ પ્રોજેકટો સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે.

આજથી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડમાં યોજાનાર ‘જાણતા રાજા'' નાટકને નિહાળવા પણ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી છે.

(3:21 pm IST)