રાજકોટ
News of Tuesday, 25th January 2022

૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ લાહોરમાં કોંગ્રેસના અધિવેશન વખતે પ્રથમવાર ધ્વજ વંદન થયુ હતું: વશરામભાઈ

ભારતીય બંધારણ ભારતનું આત્મા છે અને દેશનું સર્વોચ્ચ કાનૂન છેઃ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ આ દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારથી આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે

રાજકોટઃ તા.૨૫, મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટર વશરામભાઈ સાગઠીયાની યાદી જણાવે છે કે ૨૬ જાન્યુઆરીના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે આ દેશનું બંધારણ બનાવી દેશને સુપરત કર્યું. આ દિવસે આ દેશના નાગરિકોને બંધારણે અનેક સત્તા અને ફરજો આપેલ, આ બંધારણમાં ૨૯૬ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિ બનેલી હતી, આ સભાને ૧૬૭ બેઠકો મળી હતી અને ૧૨ સત્રો મળી ચર્ચાઓ થઈ હતી ભારતના બંધારણ બાંધતા બે વર્ષ  ૧૧ મહિનાને અઢાર દિવસ જેટલો સમય લાગ્યો હતો આ બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડોકટર ભીમ રાવ આંબેડકર હતા તેમના સાથે અને વકીલો બેરિસ્ટર પણ આ સભામાં હતા ડો. ભીમરાવ આંબેડકરનું વિશેષ યોગદાન રહ્યું હતું.

દુનિયાનું શ્રેષ્ઠ બંધારણ બનાવીને આ દેશને સોંપવામાં આવ્યું ત્યારે આ દેશમાં અન્ય ભાષાઓ અને અનેક રજવાડાઓ તથા  માન્યતાઓ અને અનેક પ્રાંતોમાં વહેંચાયો હતો પરંતુ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ થી આ દેશમાં બંધારણ અમલમાં આવ્યું એટલે કે  આ દેશ સંપૂર્ણ લોકશાહીમાં માનનારા દેશ તરીકે આજે આપણે બધા લોકશાહીના મીઠા ફળો ચાખી રહ્યા છીએ આ બંધારણમાં આ દેશની સરકારે કયા કયા કામો કરવા કઈ રીતે ચલાવવો સરકારની શું શું ફરજો હોય છે,  તેમજ રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ બધી જ સરકારોએ આ દેશના બંધારણ ને આધીન રહી એના નિયમોનું કાયદાનું પાલન કરી દેશ રાજ્ય ચલાવવાનું હોય છે ભારતના બંધારણ નો મૂળભૂત ઢાંચો આ દેશની સંસદ પણ બદલી શકતી નથી.  હા નવા સુધારા વધારા કરવા હોય તો દેશની સંસદ બહુમતીથી મંજૂર કર્યા પછી રાષ્ટ્રપતિની સહી બાત અમલમાં આવે છે બંધારણ માં રહેલ મુખ પૃષ્ટ એટલે કે પ્રથમ પેજ ઉપર દોરવામાં આવેલા ચિત્રો તે સમયના ચિત્રકાર નંદલાલ ગોરે અને તેની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ હતા પંડિત જવાલાલ નેહરૂ એ ડોકટર બાબા સાહેબ આંબેડકરે નંદલાલ ગોરને સમજાવતા  હતા કે આપણા દેશનું બંધારણ ઘણાઈ રહ્યું છે તેમાં સમાનતા, સર્વ-ધર્મ સમભાવ, સમાજવાદ અને રાષ્ટ્રીય અખંડિતતા નો સમાવેશ થાય તે રીતે આપ મુખ પૃષ્ઠ તૈયાર કરજો અને જ્યારે બંધારણનું માળખું તૈયાર છે ત્યારે આપ જોઈ શકો છો આ દેશના બંધારણના મુખપુષ્ઠ ઉપર અશોક સ્તંભ, ઋષિ-મુનીઓની કૃતી, નટરાજની મૂર્તિ, સ્વર્ગમાંથી ઉતરતી ગંગા, ટીપુ સુલતાન ઘોડાઓ, સહિત આ દેશના અને ચિત્રોનું સંવિધાનમાં પ્રથમ પાનું ભરેલું છે જેથી આ પ્રથમ પેજ  એટલે કે મુખ પૃષ્ટ બંધારણનો આત્મા કહી શકાય.

૨૬ મી જાન્યુઆરી બંધારણ અમલમાં આવ્યું તેની પાછળનું રહસ્ય હોય તો ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ પંડિત જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન મળેલ આ અધિવેશનમાં તમામ કોંગ્રેસીઓએ પણ લીધી હતી કે હવે આપણા દેશના અસ્તિત્વની લડાઈ છે. હવે લડાઈ કોઈ પણ સંજોગોમાં લડી લેવી છે અને એક સૂત્ર પણ ત્યાંથી આપેલ ફિરંગીઓ દેશ છોડોના નારા સાથે પ્રથમવાર જવાહરલાલ નેહરુ હે આ દેશમાં ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના રોજ મળેલા અધિવેશનમાં ધ્વજવંદન કર્યું હતું અને તેના અનુસંધાને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વ ઉજવણી અને રાષ્ટ્રધ્વજ ની સલામી નો કાર્યક્રમ ત્યારથી જ આ દેશમાં ઉજવાય રહ્યો છે. જય હિન્દ જય ભારત વંદે માતરમ્ વશરામભાઈ સાગઠીયાના જય ભીમ નમો બુદ્ધાય..

(3:54 pm IST)