રાજકોટ
News of Tuesday, 25th January 2022

વ્યાજની ઉઘરાણી કરી દિવ્યનીલભાઇને ધમકી આપનારા શખ્સો સામે પગલા લેવા રજૂઆત

સાહિલ, વિસુ, જગદીશ, રઘુ, મોનિલ, વત્સલ, મુસ્તાક, પુષ્પરાજસિંહ, વિક્રમ, ધમો સિધ્ધરાજ અને કુનાલ વિરૂધ્ધ પોલીસ કમિશ્નરને રજૂઆત

રાજકોટ તા. રપ :.. જામનગર રોડ પર નાગેશ્વર મંદિર રોડ પર પાર્શ્વ રેસીડેન્સીમાં રહેતા યુવાન પાસે વધુ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપનારા ૧ર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરને લેખીત રજૂઆત થઇ છે.

જામનગર રોડ પર પાર્શ્વ રેસીડેન્સી-૬૦૩ માં રહેતા દિવ્યનીલભાઇ નિલેશભાઇ માંડલીયાએ પોલીસ કમિશ્નરને કરેલી લેખીત રજૂઆતમાં સાહિલ મુરીદ, વિસુ ઝાલા, જગદીશ આહીર, રઘુ ભરવાડ, મોનીલ શાહ, વત્સલ પટેલ, મુસ્તાક, પુષ્પરાજસિંહ, વિક્રમ, ધમો, સિધ્ધરાજ અને કુનાલ ના નામ આપ્યા છે. દિવ્યનીલભાઇ માંડલીયાએ કરેલી લેખીત ફરીયાદમાં  જણાવ્યું છે કે પોતે છુટક મજુરી અને કેટરીંગનું કામકાજ કરે છે પોતે આશરે ત્રણેક વર્ષ પહેલામાં શારીરિક સ્થિતિ નબળી પડી ગઇ હતી અને પોતાને પગના સ્નાયુ જકળાઇ જવાની ગંભીર બીમારી થઇ હતી. તે અનુસંધાને ઘર ખર્ચ ચલાવવામાં તેમજ મારા દવા માટે પોતે રાજકોટના જુદા જુદા શખ્સો પાસેથી અલગ-અલગ રકમ વ્યાજે લીધા હતા. બાદ પોતાની તબીયત સારી થતા તોે નાનુ મોટુ કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતે લીધેલી અલગ અલગ રકમનું ૧પ થી ર૦ ટકા વ્યાજ ભરે છે જો પોતે વ્યાજ જ ભરતા આ લોકો પોતાને ધાકધમકી આપે છે. પોલીસ કાંઇ મારૂ બગાડી શકશે નહીં, મને ગમે તેમ કરીને મારી રકમ પરત આપી દે તેમ અલગ અલગ રીતે આ તમામ શખ્સો ધમકી આપતા હોઇ આથી આ શખ્સો સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.

(3:52 pm IST)