રાજકોટ
News of Tuesday, 24th November 2020

ગાંધીગ્રામમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

શહેર વોર્ડ નં. ૧ ના જાગૃત કોર્પોરેટર બાબુભાઇ આહીરના પ્રયત્નોથી ગાંધીગ્રામ  શેરી નં. ૮ થી ૬ માં પેવીંગ બ્લોક નાખવાનું કામ હાથ ધરાયુ છે. રૂ.૧૧ લાખના ખર્ચે હાથ ધરાયેલ આ કામનું ખાત મુહુર્ત વોર્ડના ભાજપ પ્રભારી દિલીપભાઇ પટેલના હસ્તે કરાયુ હતુ. આ તકે કોર્પોરેટર બાબુભાઇ આહીર, ગંગેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રી જીતુ મહારાજ તેમજ વોર્ડ અગ્રણી રસિકભાઇ બદ્રકીયા, યુવરાજસિંહ ચુડાસમા, દેવાયતભાઇ ડાંગર, વિપુલભાઇ શુકલ, જીવાભાઇ સોલંકી, બાબુભાઇ દવે, અશોકભાઇ વાગડીયા, રમેશભાઇ ડાંગર, જગાભાઇ કેટરર્સવાળા, કાળુભાઇ ડાંગર, વિજયભાઇ રાઠોડ, જગદીશભાઇ બારોટ, હરેશભાઇ પરમાર, અશ્વિનભાઇ ખાણધરીયા, અમિત ચૌધરી, સેજલબેન ચૌધરી, દક્ષાબેન સંચાણિયા, ભારતીબેન રાવલ, જલ્પાબેન દત્તાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)