News of Tuesday, 24th November 2020
રમતાં-રમતાં પુલમાં પડી જતાં મજૂર દંપતિની દિકરીનું મોત
રાજકોટ તા. ૨૪: કુવાડવા રોડ પર યાતાયાત પેટ્રોલ પંપ સામે આવેલા ફાર્મ કનૈયા ફાર્મ હાઉસમાં મજૂરી કરતાં અને ત્યાં જ રહેતા મુળ ગોધરા તરફના મજૂર દંપતિની દિકરી કવિતા રમેશભાઇ વાસ્કલે (ઉ.વ.૩) સાંજે ચારેક વાગ્યે સ્વીમિંગ પૂલમાં પડી જતાં બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલના તબિબે બાળાને મૃત જાહેર કરતાં કુવાડવા રોડ પોલીસ મથકના એએઅસાઇ આર. એન. વાણીયાએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. માતા-પિતા ફાર્મમાં એક વર્ષથી કામ કરે છે. તેઓ કામ કરતાં હતાં ત્યારે બાળકી રમતી રમતી પૂલ પાસે ગઇ હતી અને પાણીમાં પડી ગઇ હતી. બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(1:27 pm IST)