રાજકોટ
News of Friday, 24th June 2022

ન્‍યુ રાજકોટમાં બુલડોઝર ધણધણ્‍યુ ઓરડી -પ્‍લીન્‍થ લેવલ બીમનું ડિમોલીશન

રૈયાધાર, ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિસ્‍તારમાં તંત્રના અનામત પ્‍લોટમાં ખડકાયેલ ગેરકાયદે બાંધકામોના દબાણો દૂર કરી ૧૦૪ ચો.મી. રૂા. ૬૭.૫૦ લાખની જમીન ખુલ્લી : વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાન શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ,તા. ૨૪ : મ્‍યુનિ. કોર્પોરેશનની વેસ્‍ટ ઝોનની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે સવારે રૈયાધાર વિસ્‍તારમાં મારવાડી વાસ અને પામ યુનિવર્સ પાછળ, ગંગોત્રી મેઇન રોડ પર તંત્રના અનામત પ્‍લોટમાં ઓરડી તથા પ્‍લીન્‍થ લેવલ બીમનું ગેરકાયદે બાંધકામ તોડી પાડી કુલ ૧૦૫ ચો.મી. ૬૭.૫૦ લાખની જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ અમીત અરોરા આદેશાનુસાર ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજે ટાઉન પ્‍લાનીંગ સ્‍કીમ નં. ૧૬ તથા ૨૨ -રૈયાના અમલીકરણના ભાગરૂપે તથા મહાનગરપાલિકાને પ્રાપ્‍ત થતા અનામત પ્‍લોટમાં ગેરકાયદેસર દબાણ/ બાંધકામ દરૂ કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ. જેમાં ટીપી. સ્‍કીમ નં. ૨૨ રૈયા, ‘સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર', મારવાડી વાસ માં ઓરડી તોડી પાડી અને ૨૫ ચો.મીી. રૂા. ૧૨,૨૫,૦૦૦ ની જમીન તથા ટી.પી. સ્‍કીમ નં. ૧૬ રૈયા એફ.પી.નં. ૧૬/બી, ‘સોશ્‍યલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર' હેતુ પામ યુનીવર્સ પાછળ, ગંગોત્રી મેનઇ રોડ પર પ્‍લીન્‍થ લેવલ બીમનું ગેરકાયદે બાંધકામ દૂર કરી ૮૫ ચો.મી. રૂા. ૫૫,૨૫,૦૦૦ સહિત કુલ ૧૦૫ ચો.મી. ની ૬૭.૫૦.૦૦ની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

આ ડીમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા વેસ્‍ટ ઝોનના અધિકારી ટાઉન પ્‍લાનર એમ.આર.મકવાણા, અજય એમ.વેગડ, ઇ.ચા. અશ્વિન પટેલ તથા વેસ્‍ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્‍ટાફ, જગ્‍યા રોકાણ શાખાનો સ્‍ટાફ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે વિજિલન્‍સનો પોલીસ સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:17 pm IST)