રાજકોટ
News of Friday, 24th June 2022

એરપોર્ટ પાસેથી દારૂની બોટલો સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ,તા. ૨૪ : રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પાસે આવેલ ઘરમાંથી મળી આવેલ દારૂની બોટલ નંગ-૬ના કેસમાં અદાલતે રાજકોટના ટ્રાવેલ્‍સમાં ધંધાર્થી ભાવેશ દિવ્‍યકાંત ત્રિવેદીને નિર્દોષ છોડી મુકવાનો ફરમાવેલ છે.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના હાર્દસમાં વિસ્‍તાર એરપોર્ટ રોડ પર આવેલ મકાનમાંથી દારૂની બોટલ નંગ-૬ મળી આવી હતી. જે મિલ્‍કતમાંથી મળી આવી હતી તે મિલ્‍કત આ કામના આરોપીની ન હતી. તથા તેમના નામનો કોઇ પણ સરકારી દસ્‍તાવેજી પુરાવો પણ ન હતો. છતાં પણ આ કામમાં રાજકોટના ક્રાઇમ બ્રાંચના અધિકારીએ ટ્રાવેલ્‍સના ધંધાર્થી ભાવેશ ત્રિવેદીની ધરપકડ કરેલ હતી. કોર્ટે બન્‍ને પક્ષોની રજુઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી દલીલો તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પ્રસ્‍થાપીત ચુકાદા ધ્‍યાને લઇ રાજકોટના મહે. જયુડી.મેજી. જજ સાહેબે રાજકોટના ટ્રાવેલ્‍સના ધંધાર્થી ભાવેશ ત્રિવેદીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.
આ કામના આરોપી ભાવેશ ત્રિવેદી વતી રાજકોટના એડવોકેટ વિશાલ જે. સોલંકી રોકાયેલા હતા.

 

(3:12 pm IST)