News of Friday, 24th June 2022
દારૂ પીવાની ના પાડતાં ડખ્ખોઃ વેલનાથપરામાં જકુબેનને પતિ પ્રકાશે પાઇપથી ફટકાર્યા
રાજકોટ તા. ૨૪: મોરબી રોડ વેલનાથપરા-૨૩માં રહેતાં જકુબેન પ્રકાશ કણઝારીયા (ઉ.૩૫)ને રાતે પતિ પ્રકાશે પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી. જકુબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ દારૂ પી ખેલ કરતો હોઇ તેને પીવાની ના પાડી સમજાવતાં ગાળો દઇ મારામારી કર્યાનું જણાવાયું હતું.
(12:11 pm IST)