રાજકોટ
News of Tuesday, 24th May 2022

બામણબોરમાં પ્રૌઢ પર હુમલો કરનારા સાત શખ્‍સોની ધરપકડ

નાનીબહેન ન્‍હાવા ગઇ ત્‍યારે દીવાલ પર ચડી ડોકીયુ કરતા સંજય મકવાણાને ટપારતા ડખ્‍ખો થયો'તો એરપોર્ટ પોલીસે સાતેયને દબોચ્‍યા

રાજકોટ તા. ર૪ : કુવાડવા નજીક બામણબોર ગામમાં કોળી યુવાનની નાની બહેન ન્‍હાવા ગયા બાદ દીવાલપર ચડીને ડોકીયુ કરતા શખ્‍સને ટપારતા ડખ્‍ખો થતા સાત શખ્‍સોએ યુવાનના કાકા ઉપર હુમલો કરવાના ગુન્‍હામાં એરપોર્ટ પોલીસે સાત શખ્‍સોની ધરપકડ કરી છે.
મળતી વિગત મુજબ બામણબોર ગામમાં રહેતા રોહીત દિનેશભાઇ કણસાગરા (ઉ.ર૦) એ એરપોર્ટ પોલીસ મથકમાં ગામમાં રહેતા સંજય લલીતભાઇ મકવાણા લાલજી અમરશીભાઇ મકવાણા, ચીરાગ રમેશભાઇ મકવાણા, રમેશ ગણેશભાઇ મકવાણા, લક્ષ્મણ કનુભાઇ મકવાણા, મંજુ રમેશભાઇ મકવાણા, શૈલેષ રમેશભાઇ મકવાણા, અમરશી ગણેશભાઇ મકવાણા અને શોભના લલીતભાઇ મકવાણા સામે એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છ.ે રોહીતે ફરીયાદમાં જણાવ્‍યું છે કે પોતાની નાનીબહેન ઘરના નવેરામાં ન્‍હાવા માટે ગઇ હતી ત્‍યારે સંજય લલીતભાઇ વંડી પર ચડીને ડોકીયુ કરતા નાની બહેને પોતાને બોલાવી ‘કોઇ જોવે છે' તેમ કહેતા પોતે તુરત જ બહાર જઇ સંજય મકવાણાને પકડી બે ઝાપટ મારી ઠપકો આપતા તેત્‍યાંથી જતો રહ્યો હતો બાદ રાત્રે સંજય મકવાણાના પરિવારના સાત સભ્‍યો લાકડી વડે ઘસી આવ્‍યા હતા ત્‍યારે પોતાના કાકા ભાવેશ કણસાગરા પર હુમલો કર્યો હતો.  આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે સાતેય શખ્‍સોની ધરપકડ કરી હતી.

 

(4:11 pm IST)