રાજકોટ
News of Tuesday, 24th May 2022

સીટી બસમાં ૧૭ ખુદાબક્ષો ઝડપાયાઃ ર હજારનો દંડ

બીઆરટીએસ, સીટી બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ ર.૯૧ લાખનો દંડઃ ૮ કંડકટરો સસ્‍પેન્‍ડઃ છેલ્લા અઠવાડીયામાં ૩.૧૧ લાખ મુસાફરોએ લાભ લીધો

રાજકોટ, તા.,૨૪: મહાનગર પાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી રાજકોટ રાજપથ લીમીટેડે તા. ૧૬ થી તા. ૨૫ મે સુધીમાં  કરેલી કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા શહેરીજનોને ૪૫ રૂટ પર ૯૦ સિટી બસ દ્વારા પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે . પરંતુ સિટી બસ અને બીઆરટીએસ બસની વિવિધ એજન્‍સીઓને કામમાં ક્ષતી બદલ રૂા. ૨.૯૧ લાખની  પેનલ્‍ટી આપવામાં આવી છે અને ૮ કન્‍ડક્‍ટરને કાયમી તથા ટેમ્‍પરરી ધોરણે ફરજ મુક્‍ત કર્યા છે. જયારે ૧૭ મુસાફરો ટીકીટ વગર ઝડપાતા રૂા. ર૦૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.
આ અંગે મહાનગરપાલિકાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૬ થી તા.૨૫ મે સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો આ મુજબ છે.
સીટી બસ સેવા
સીટી બસ સેવા (આરએમટીએસ)માં છેલ્લા સપ્તાહમાં કુલ અંદાજીત ૧,૧ર,૭૦૦ કિ.મી. ચાલેલ છે તથા કુલ ૧,પ૭,૩૪૭ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બસ ઓપરેટર મારૂતી ટ્રાવેલ્‍સને કામમાં ક્ષતી બદલ કુલ પ,પપ૦ કિ.મી.ની પેનલ્‍ટી મુજબ કુલ અંદાજીત રૂા. ૧,૯૪,રપ૦ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે. ફેર કલેકશન કરતી એજન્‍સી અલ્‍ટ્રામોર્ડન કામમાં ક્ષતિ બદલ કુલ રૂા. ૯પ, ૧૦૦નો દંડ ફટકારવામાં આવ્‍યો છે.
બીઆરટીએસ બસ સેવા
બીઆરટીએસ બસ સેવામાં તા.૧૬ થી તા. રર મે દરમિયાન કુલ અંદાજીત ર૭,૯૦૦  કિ.મી. ચાલેલ છે તથા કુલ ૧,પ૪,રર૮ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. બીઆરટીએસ બસ સેવામાં એકસમેન તથા સિકયુરીટી પુરા પાડતી એજન્‍સી રાજ સિકયુરીટી સવિસને કામમાં ક્ષતી બદલ રૂા. ૧,૭૭૭ ની પેનલ્‍ટી કરવામાં આવેલ છે.

 

(4:10 pm IST)