રાજકોટ
News of Tuesday, 24th May 2022

સાત હનુમાનજી મંદિરે આયોજીત રામ કથામાં ભાવિકો ભાવમયઃ પ્રાણપ્રતિષ્‍ઠા ઉત્‍સવ

શિવચરીત્ર, રામજન્‍મ સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી

રાજકોટઃ શહેરની ભાગોળે કુવાડવા રોડ ઉપર આવેલ સુપ્રસિધ્‍ધ મંદિર શ્રી સાત હનુમાનજી દાદાના સાનિધ્‍યમાં શ્રી રામ ચરિત માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામ પંચાયત પ્રાણ પ્રતિષ્‍ઠા ઉત્‍સવ તા.૨૦ થી ૨૮ સુધી યોજાએલ છે.

સંગીતમય કથા દરમ્‍યાન શિવ ચરિત્ર, રામ જન્‍મ, શ્રી ગંગા અવતરણ, શ્રી ધનુષ્‍ય ભંગ, શ્રી રામ સીતા વિવાહ, શ્રી રામ વનવાસ તથા કેવટ પ્રસંગ, શ્રી ભરત મિલાપ સહિતના પ્રસંગોની ઉજવણી થઈ હતી. રામેશ્વર સ્‍થાપના તેમજ શ્રી રાંદલ માતાજીના ૧૦૮ લોટા આજે તા.૨૪ મંગળવારના રોજ નિરધારેલ છે.

આ પ્રસંગે રામકથાકાર પ.પૂ.શ્રી હસુભાઈ જી. કુબાવત (જામદુઘઈવાળા), પૂ.પૂ.શ્રી હર્ષદભાઈ એચ. કુબાવત (જામદુઘઈવાળા) આશીર્વચન પાઠવશે.

શ્રી સાત હનુમાનજી દાદા સેવકો તથા ભકતજનને દર્શનનો લાભ લેવા મહંતશ્રી ત્રીભોવનદાસ મુળદાસ કુબાવત  તથા પૂજારી શ્રી જગદીશબાપુ દ્વારા નિમંત્રણ અપાયું છે.

આ  પ્રસંગે રાજસીતાપુર, તા.ધ્રાંગધ્રા, મહંત ૧૦૮ શ્રી અંબારામદાસજી ગુરૂશ્રી  ઈશ્વરદાસજી મહારાજ,  ભરતદાસજી મહારાજ, સતાપર વાયા ગોંડલ શ્રી સીતારા સેવા આશ્રમના મહંત શ્રી ત્રીભોવનદાસ બાપુ, આનેદશ્વર મહાદેવના મહંત શ્રી લીલાધરભાઈ જાદવજીભાઈ મહેતા ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:07 pm IST)