રાજકોટ
News of Tuesday, 24th May 2022

ચોમાસા પુર્વેની સજાગતા : વોંકળા સફાઇનું કાર્ય પુરજોશમાં

સોલીડ વેસ્‍ટ શાખા દ્વારા ગુંદાવાડીના વોંકળામાંથી ૨૮૦ ટન કચરાનો નિકાલ

રાજકોટ : ચોમાસાની ઋતુ ધ્‍યાને લઇ મહાનગરપાલીકા દ્વારા પ્રિ-મોન્‍સુન કામગીરી અંતર્ગત શહેરના વોંકળાઓની સફાઇનું અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખાના વોંકળા વિભાગ દ્વારા એપ્રિલથી જુન સુધીનું શેડયુલ ઘડી કાઢવામાં આવે છે. દરરોજ અલગ અલગ વિસ્‍તારમાં વોંકળાની સફાઇ થઇ રહી છે. જે અન્‍વયે વોર્ડ નં. ૧૪ ગુંદાવાડી શાક માર્કેટ પાછળના વોંકળાની જેસીબી અને ટ્રેકટરની મદદથી ગઇ રાત્રે સફાઇ કરવામાં આવી હતી. ટ્રેકટરના ૮૬ ફેરા કરી અંદાજીત ૨૮૦ ટન કચરાનો નિકાલ કરાયો હતો. આ કામગીરી પર્યાવરણ ઇજનેરના નિરીક્ષણ હેઠળ મધ્‍ય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર વી. એમ. જીંઝાળાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. સેનેટરી સબ ઇન્‍સ્‍પેકટર જે. આર. નિમાવત દ્વારા આ ઝુંબેશ માટે કામગીરી હાથ ધરાઇ હતી.

(4:07 pm IST)