રાજકોટ
News of Tuesday, 24th May 2022

ભાજપને સત્તાથી દૂર રાખવો એ અમારો ધ્‍યેયઃ NCP

NCP એ ચૂંટણીની તૈયારી કરી લીધી, રાજયભરમાં આગેવાાનોની ટીમ ઘૂમી રહી છે, ટીકિટની ફાળવણી મામલે કોંગ્રેસ સાથે વાટાઘાટો ચાલુઃ પ્રફુલ પટેલની આગેવાનીમાં સંમેલન યોજાશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહયા છે. ભાજપ, કોંગ્રેસ, આપ એ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો આ ચૂંટણીમાં એનસીપી પણ ઝંપલાવવા તૈયાર છે.
એનસીપીના પ્રદેશ મહામંત્રી ડો.જગદીશચંદ્ર દાફડા (મો.૯૮૨૫૨ ૧૪૨૭૯), પ્રદેશ ઉપપ્રમુખ સત્‍યેન પટેલ, સેવાદળ રાજકોટ પ્રમુખ નરશીભાઈ પટેલ અને પ્રદેશ યુવા ઉપપ્રમુખ સાગરદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે અમારો પક્ષ ભાજપને સતામાંથી દૂર રાખવા અન્‍ય કોઈપણ પક્ષને સમર્થન આપશે. હાલમાં એનસીપીના આગેવાનોની ટીમ ગુજરાતભરમાં શહેરોમાં ઘૂમી રહી છે અને કાર્યકરો સાથે મીટીંગ યોજી રણનીતિ ઘડી રહી છે.
શ્રી દાફડાએ જણાવેલ કે વિધાનસભાની ચૂંટણી માટે બેઠકોની ફાળવણી માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલુ છે. જો સફળ ન થાય તો અન્‍ય પક્ષ સાથે પણ જોડાણ કરીશું અમારો ધ્‍યેય એક જ છે ભાજપને સત્તાથી દૂર રાખવું. આગામી સમયમાં પ્રફુલ પટેલના વિવિધ શહેરોમાં સંમેલનો યોજાશે.
એનસીપી દ્વારા લોકશાહી બચાવો, મત કોને આપવો શાસન કે કુશાસનને અને ધરતી બચાવો, પ્રદુષણ હટાવો એમ ત્રણ મુખ્‍ય મુદ્દાઓના એજન્‍ડા પણ બનાવવામાં આવ્‍યા છે.
તસ્‍વીરમાં એનસીપીના આગેવાનો સર્વશ્રી ડો.જગદીશચંદ્ર દાફડા, સત્‍યેન પટેલ, નરશીભાઈ પટેલ અને સાગરદાન ગઢવી નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(4:07 pm IST)