રાજકોટ
News of Tuesday, 24th May 2022

પુષ્‍કરધામ મેઇન રોડ પર માત્ર બે જ જગ્‍યાએથી દબાણો દુર!!!

રસ્‍તા પર પાર્કિંગ-માર્જીનમાં છાપરા-ઓટલાના દબાણો દૂર કરી રર ચો.મી. જગ્‍યા ખુલ્લી કરાવાઇઃ મનપા તંત્ર

રાજકોટ તા. ર૪: મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્‍માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્‍ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્‍કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્‍ય ૪૮ માર્ગો પર વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્‍વયે આજે પુષ્‍કરધામ મેઇન રોડ પર માત્ર બે સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી અંદાજીત રર ચો.મી. જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા પ્રમાણે કમિશ્‍નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત માન. કમિશ્‍નરશ્રી દ્વારા રજુ કરાયેલછ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા. ર૪ ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના વેસ્‍ટ ઝોન વિસ્‍તારના પુષ્‍કરધામ રોડ પરના પાર્કીંગ તથા માર્જીનમાં થયેલ એકવા કલીન આર.ઓ. સિસ્‍ટમ, બાલાજી ફરસાણ એન્‍ડ નમકીન સહિતના સ્‍થળોએથી છાપરા તથા ઓટોના દબાણો દુર કરી કુલ રર.૦૦ ચો.મી જગ્‍યા ખુલ્લી કરવામાં આવી છે.

(4:06 pm IST)