રાજકોટ
News of Tuesday, 24th May 2022

શહેર ભાજપની કાલે કારોબારી બેઠક

અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને મેયર બંગલે ઉપસ્‍થિત રહેવા અનુરોધ

રાજકોટ તા. ર૪: શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયું છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકા મુજબ પ્રદેશ કક્ષાએ યોજાયેલ કારોબારી બેઠક બાદ મહાનગર કક્ષાએ અને ત્‍યારબાદ વોર્ડકક્ષાએ કારોબારી બેઠક યોજવામાં આવતી હોય છે ત્‍યારે તે અંતર્ગત પ્રદેશ ભાજપ કારોબારી બેઠક સંપન્‍ન થયા બાદ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરની શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના સભ્‍યોની કારોબારી બેઠક આવતીકાલે તા. રપના બુધવારે સાંજે ૬-૩૦ કલાકે શહેરના મેયર બંગલા ખાતે યોજાશે.

જેમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને રાજકોટ મહાનગરના પ્રભારી વિનોદભાઇ ચાવડા, તેમજ શહેર ભાજપ સંગઠનના પ્રભારી ઝવેરીભાઇ ઠકરાર સહીતના અગ્રણીઓ વિવિધ પ્રસ્‍તાવો, ઠરાવ અને રાજકીય પ્રસ્‍તાવ તેમજ પાર્ટીના આગામી કાર્યક્રમો અંગે તેમજ સંગઠનલક્ષી માર્ગદર્શન પુરૂં પાડશે.

આ કારોબારી બેઠકમાં શહેર ભાજપની અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સમયસર ઉપસ્‍થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરએ અનુરોધ કરેલ છે.

(4:04 pm IST)