રાજકોટ
News of Tuesday, 24th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં સતત ત્રીજા દિવસે શ્રોતા-ભાવિકોનો દરીયો વહ્યો

લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિત સમગ્ર ટીમની મહેનત રંગ લાવી રહી છે : ડોમમાં અને પ્રસાદઘરમાં જયાં નજર પહોંચે ત્‍યાં શ્રી રામભકતોનો મેળાવડો જોવા મળતો હતોઃ ખૂબ જ શાંતિથી અને શિસ્‍તબધ્‍ધ રીતે સૌ કોઇ શ્રી રામ ભગવાનની ભકિત કરી રહ્યા છે : મુખ્‍ય વકતા પૂજય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અસરકારક અમૃતવાણીએ સૌ કોઇને છેલ્લે સુધી જકડી રાખ્‍યા : શહેરના અગ્રણીઓ-કોર્પોરેટરો તથા ગામે-ગામથી સંતો-મહંતો, રઘુવંશી શ્રેષ્‍ઠીઓ અને મહાજન અગ્રણીઓ શ્રી રામકથાનું શ્રવણ કરવા પધાર્યાઃ શ્રી રામનામ સાથે જ્ઞાતિ એકતાનો અદ્દભૂત નઝારો : પ્રસાદ બાદ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિધ્‍ધ ગાયક નિધિબેન ધોળકીયા અને કેયુરભાઇ પોટાના સંગીત વૃંદે ભારે જમાવટ કરી દીધીઃ હજ્‍જારો શ્રોતાઓ રીતસર ડોલી ઉઠયા

શ્રી રામકથાના ત્રીજા દિવસે ચોટીલાથી ખાસ પધારેલ ચામુંડા માતાજી મંદિરના મહંતશ્રી મહેશગીરીબાપુએ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાનું સાલ ઓઢાડીને સન્‍માન કર્યુ હતું અને ચામુંડા માતાજીનો ફોટો અર્પણ કર્યો હતો. પૂજય મહંતશ્રીએ શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાને  પણ સાલ અર્પણ કરી હતી.  શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે પૂજય મહંતશ્રીએ કથાવિરામ બાદ આરતી પણ કરી હતી. લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, જામનગર લોહાણા મહાજનના પ્રમુખશ્રી જીતુભાઇ લાલ, યોગેશભાઇ પૂજારા -પૂજારા ટેલિકોમ, રાજકોટ લોહાણા મહાજનના બંધારણ સલાહકાર, કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા રાજકોટના કોર્પોરેટરો શ્રી જૈમિનભાઇ ઠાકરદક્ષાબેન વસાણી, મનીષભાઇ રાડીયા, દેવાંગભાઇ માંકડ, લોહાણા અગ્રણીઓ, છબીલભાઇ પોબારૂ, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, સોનલબેન વસાણી, જૈન અગ્રણી શ્રી મયુરભાઇ શાહવિગેરે હાજર રહયા હતાં. સાંસ્‍કૃતિક કાર્યક્રમ દરમ્‍યાન નિધીબેન ધોળકીયા, કેયુરભાઇ પોટા, તેજસભાઇ શીશાંગીયા અને સાંસ્‍કૃતિક કાર્યક્રમ માણતા ચિકકાર મેદની વચ્‍ચે શ્રી રામ જય રામ જય જય રામ' ની ધૂન બોલીને અભિવાદન ઝીલતા રાજૂભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. હિમાંશુભાઇ ઠકકર, ધવલભાઇ ખખ્‍ખર, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર વિગેરે ટ્રસ્‍ટીઓ નજરે પડે છે.

 રાજકોટ તા. ર૪ :.. વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ ખાતે તા. ર૯ મે ર૦રર સુધી શ્રી રામકથાનું આયોજન દરરોજ સાંજે ૪.૩૦ થી ૮.૩૦ દરમ્‍યાન કરવામાં આવ્‍યું છે. શ્રી રામકથાના સતત ત્રીજા દિવસે શ્રોતાઓ તથા ભાવિકોનો રીતસર દરીયો વહયો હતો અને કથાના ડોમમાં તથા પ્રસાદ ઘરમાં જયાં પણ નજર પહોંચે ત્‍યાં શ્રીરામ ભકતોનો મેળવડો જોવા મળતો હતો. કયાંય પગ મૂકવાની જગ્‍યા ન હતી છતાં પણ હાજર રહેલ સૌ ભાવિકો ખૂબ જ શાંતિથી અને શિસ્‍તબધ્‍ધ રીતે શ્રી રામભગવાનની ભકિતમાં તલ્લીન બન્‍યા હતાં. શ્રી રામકથાના મુખ્‍ય વકતા પૂજયશ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણીએ સૌ કોઇને છેલ્લે સુધી જકડી રાખ્‍યા હતા અને ભાવિકો-શ્રોતાઓ પૂજય ભુપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણીનો એક પણ શબ્‍દ મીસ કરવા નહોતા માંગતા તેવો અસરકારક માહોલ ઉભો થયો હતો.

અકિલા પરિવારના મોભી લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શક, જ્ઞાતિશ્રેષ્‍ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા અને રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેન્‍કના સીઇઓ, કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયાએ પણ શ્રી રામકથાનો ભાવપૂર્વક લ્‍હાવો લીધો હતો.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું ભવ્‍યાતિભવ્‍ય આયોજન થયું હોય, રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ,કોર્પોરેટરો તથા ગામેગામથી રઘુવંશી શ્રેષ્‍ઠીઓ અને મહાજન અગ્રણીઓ સંતો-મહંતો શ્રી રામકથાનું શ્રવણ કરવા પધાર્યા હતાં અને કથા વિરામ બાદ પવિત્ર આરતી કરવાનો લ્‍હાવો પણ લીધો હતો. શ્રી રામનામ સાથે જ્ઞાતિ એકતાનો અદ્‌્‌ભૂત નઝારો જોવા મળી રહ્યો હતો. જે હજુ પણ સતત ચાલુ જ રહેશે જેમાં બેમત નથી. સમગ્ર રાજકોટ શહેર રામમય બની ગયું છે.

ગઇકાલે શ્રી રામકથાનું શ્રવણ કરવા ચોટીલા ખાતેના ચામુંડા માતાજી મંદિરના મહંતશ્રી મહેશગીરીબાપુ પધાર્યા હતા અને તેઓએ લોહાણા  મહાજનની સમગ્ર ટીમને અભિનંદન સાથે આર્શીવાદ પણ પાઠવ્‍યા હતા. સાથે-સાથે અમરધામ ગૌશાળા આટકોટના શ્રી ભોલેબાબા (મહંતશ્રી - સ્‍વામીજી) પરિવાર સાથે પધાર્યા હતા.

ઉપરાંત જામનગર લોહાણા મહાજનના પ્રમુખ, ખૂબ મોટા ગજાના શીપ બ્રેકીંગ ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, જામનગરના મેયર બીનાબેન કોઠારી, સુપ્રસિધ્‍ધ પુજારા ટેલીકોમ રાજકોટના ચેરમેનશ્રી યોગેશભાઇ પૂજારા, રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિશ્રી જયંતિભાઇ ચાંદ્રા, ચલાલા નગરપાલિકાના પ્રમુખ પ્રકાશભાઇ કારીયા, લોહાણા અગ્રણી ચંદ્રેશભાઇ રવાણી, જામનગર લોહાણા મહાજનના ખજાનચી શ્રી અરવિંદભાઇ પાબારી, ડી.એમ.એલ. ગ્રુપ રાજકોટના ચેરમેન શ્રી હરીશભાઇ લાખાણી, રાજકોટ શહેરના કોર્પોરેટરો શ્રી જૈમિનભાઇ ઠાકર, શ્રી મનિષભાઇ રાડીયા, શ્રી દેવાંગભાઇ માંકડ, દક્ષાબેન વસાણી, લોહાણા અગ્રણી અને નગરપાલિકાના હોદેદાર સોનલબેન વસાણી, રઘુભાઇ તથા જયંતભાઇ સેજપાલ પરિવાર, હેમલભાઇ ચોટાઇ પરિવાર સહિતના મહાનુભાવોએ ગઇકાલે શ્રી રામકથાનું રસપાન કર્યુ હતું.

કથા વિરામ અને પ્રસાદ બાદ યોજાયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં  સુપ્રસિધ્‍ધ ગાયક નિધિબેન ધોળકીયા અને કેયુરભાઇ પોટાના સંગીતવૃંદે ભારે જમાવટ કરી હતી. કર્ણપ્રિય સંગીત દ્વારા ધાર્મિક ભજનો અને જાણીતી કૃતિઓએ હાજર રહેલ હજારો શ્રોતાઓને રીતસર ડોલાવી દીધા હતા. કાર્યક્રમ દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખરટ્રસ્‍ટીઓ ડો.પરાગભાઇ દેવાણી, હિરેન ભાઇ ખખ્‍ખર, શયામલભાઇ સોનપાલ, મનીષભાઇ ખખ્‍ખર, શ્રી રામકથાના મુખ્‍ય દાતા પરીવારશ્રી સતીશભાઇ જયંતીભાઇ કુંડલીયા, વેરાવળના લોહાણા અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ પરીવારે પણ રાસ-ગરબા રમીને હાજર રહેલ સૌ કોઇનો ઉત્‍સાહ વધાર્યો હતો. રાજકોટ લોહાણા મહાજનના પુર્વ ઉપપ્રમુખ અને પીઢ જ્ઞાતિ અગ્રણી વિણાબેનપાંધી, એડવોકેટ પ્રકાશભાઇ ખંધેડીયા સહીતના અગ્રણીઓ પણ હાજર રહયા હતા.

ઐતિહાસિક શ્રી રામકથા સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના  પ્રમુખશ્રી રાજૂભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ પૂજારા-પૂજારા ટેલિકોમ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠકકર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ, ડો. પરાગભાઇ દેવાણી, જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખરતુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયાદિનેશભાઇ બાવરીયા, હરીશભાઇ લાખાણી, રીટાબેન કુંડલીયા, જયશ્રીબેન સેજપાલ, રંજનબેન પોપટ, ડો. આશીષભાઇ ગણાત્રા, શૈલેષભાઇ પાબારી, યોગેશભાઇ જસાણી, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા, અલ્‍પાબેન બચ્‍છા, વિધિબેન જટાણીયા, દિપકભાઇ પોપટ સહિતના વિવિધ લોહાણા - અગ્રણીઓ - જ્ઞાતિજનો હિતેનભાઇ પારેખ દક્ષિણી, સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, દિશીત પોબારૂ, ચંદુભાઇ રાયચુરા, તમામ મહિલા મંડળો, જલારામ સેવા સમિતિ, ૧પ૦ ફુટ રીંગ રોડ, રઘુવંશી પરિવારજનો, વાણીયાવાડી જલારામ જયંતિ સમિતિ, લોહાણા કર્મચારી મંડળ અને યુવક મંડળના સભ્‍યો, દાણાપીઠ - માર્કેટીંગ યાર્ડનું સંગઠન, ગાંધીગ્રામ વિસ્‍તાર લોહાણા સંગઠન કેટરીંગ એસોસીએશનના સભ્‍યો, શ્રી રામકથા  સંદર્ભે  રચાયેલ વિવિધ કમિટીઓ, રઘુવંશી એકતા મિશનના કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:04 pm IST)