રાજકોટ
News of Tuesday, 24th May 2022

પત્‍નિને ત્રાસ આપી આપઘાતની ફરજ પાડવાના ગુન્‍હામાં પતિની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૪ : પત્‍નિને શારીરીક અને માનસીક ત્રાસ આપી આપઘાત કરવા મજબુર કરવા અંગેના ગુન્‍હામાં આરોપી પતિના જામીન મંજુર કરવાનો રાજકોટ સેશન્‍સ કોર્ટ હુકમ કર્યો હતો.

બનાવની વિગત એવી છે કે તા. ર૯/૧/ર૦રર ના રોજ કુવાડવા પોલીસ સ્‍ટેશનમાં થયેલ ફરીયાદ અનુસંધાને કે ઘર કંકાસ બાબતે પતિ પત્‍ની વચ્‍ચે કંકાસ થતા પત્‍નીએ એસીડ પી લીધેલ જેનું સિવીલ હોસ્‍પીટલમાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયેલ જે બાબતે પોલીસે ગુન્‍હો નોંધીને આરોપી મરણ જનારના પતિ-મુકેશભાઇ નરશીભાઇ સોલંકીની ધરપકડ કરેલ. જેનો જામીન અરજી રાજકોટના પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રી.એન્‍ડ સેશન્‍સ જજની કોર્ટમાં એડવોકેટ મનીષાબેન પોપટ દ્વારા ચલાવવામાં આવેલ.

સદરહું જામીન અરજી સાંભળ્‍યા બાદ તેમજ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓને ધ્‍યાને લઇને નામદાર પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રી.જજે આરોપીને જામીન મુકત કરેલ છે. આ કામે આરોપી તરફથી એડવોકેટ મનીષાબેન પોપટ રોકાયેલ અને તેમના દ્વારા સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ તેમજ તેમની દલીલોને ધ્‍યાને લઇને આરોપીનો જામીન પર છુટકારો થયેલ હતો.

(3:29 pm IST)