રાજકોટ
News of Tuesday, 24th May 2022

પતિએ ‘ભાખરી કાચી બની છે' તેમ કહેતાં પત્‍નિએ ઝેર પી લીધું

રામરણુજા સોસાયટીની પરિણીતા હોસ્‍પિટલના બિછાને

રાજકોટ તા. ૨૩: કોઠારીયા રોડ રામ રણુજા સોસાયટીમાં રહેતી સવુબેન પરેશભાઇ સાપરીયા (કુંભાર) (ઉ.૩૦) નામની મહિલાએ ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

સવુબેનના લગ્ન સાત વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ પરેશભાઇ દરજી કામ કરે છે. સવારે નાસ્‍તામાં ભાખરી કાચી બની છે...તેમ પતિએ કહેતાં સવુબેનને માઠુ લાગી જતાં ચડભડ થયા બાદ તેણીએ ઝેરી દવા પી લીધાનું જણાવાયું હતું.

(3:23 pm IST)