રાજકોટ
News of Tuesday, 24th May 2022

એક યાદ મુકેશ કે બાદઃ સુરમંદિર દ્વારા કાલે ઇવનીંગ પોસ્‍ટ ખાતે કાર્યક્રમ

ગાયકો ઘનશ્‍યામ રાવલ, ગીતા ગઢવી ધનંજય વ્‍યાસ, હિતેશ ભટ્ટ, સુરેખા રાવલઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ જાણીતી કલાસંસ્‍થા ‘‘સુરમંદિર'' દ્વારા આયોજીત અને ધનશ્‍યામ રાવલ દ્વારા પ્રસ્‍તુત કાર્યક્રમ તા. ૨૫  બુધવાર રોજ સાંજના ૫.૩૦ કલાકે ઇવનીંગપોસ્‍ટ સીનીયાર સીટીઝન પાર્ક, રાજકોટ ખાતે યોજાએલ છે.

અઆ કાર્યક્રમમાં મુખ્‍ય ગાયક ઘનશ્‍યામ રાવલ (વોઇસ ઓફ મુકેશ) ઉપરાંત શ્રીમતી ગીતા ગઢવી (વો.ઓફ લત્તા-આશા) ધનંજય વ્‍યાસ (વો.ઓફ રફી)હિતેશ ભટ્ટ (વો.ઓફ.કિશોરકુમાર)તથા ગેસ્‍ટ આર્ટીસ્‍ટ તરીકે સુરેખા રાવલ પોતાની કલા રજૂ કરશે. કાર્યક્રમનું સંચાલન  હસમુખ સોની કરશે.

આ કાર્યક્રમમાં મહેમાનો તરીકે જયેશ ઉપાધ્‍યાય , સુનીલભાઇ  શાહ (ઇકોનો બ્રોર્કીગ) આર.પી.જોશી (રીટા આસી.કમી.સેલટેકસ)કશ્‍યપભાઇ શુકલ (બ્રહ્મસમાજ તથા ભાજપ અગ્રણી) પંકજભાઇ રાવલ (સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ જીલ્‍લા પ્રમુખ) હરેશભાઇ જોશી (કાર્યાલય મંત્રી ભાજપ રાજકોટ શહેર) વિજયભાઇ કારીયા (સાંસ્‍કૃતિકસેલ ભાજપ રાજકોટ) મુલચંદબાપુ (સીંધી સમાજ અગ્રણી તથા સંગીત પ્રોત્‍સાહન) સુરેશભાઇ મારૂ (રીટા.એએસઆઇ,બોલબાલા)ખાસ ઉપસ્‍થિત રહેશે. જુના અવિસ્‍મરણીય ગીતો સાંભળવા માટે સંગીતપ્રેમી જનતાને આમંત્રણ અપાયું. કાર્યક્રમના પ્રવેશ પાસ ઇવનીંગ પોસ્‍ટના કાર્યક્રમ સમયે દરવાજા ઉપરથી લઇ લેવા વિનંતી કરાઇ વધુ વિગત માટે ઘનશ્‍યામ રાવલ (મો.૯૮૯૮૦ ૪૪૫૧૧)

(3:12 pm IST)