રાજકોટ
News of Tuesday, 24th May 2022

પીપળીયા મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

પીપળીયા હનુમાન સત્‍સંગ મંડળ દ્વારા આયોજન : ગુરુવારે નગરયાત્રા ૫૧ કુંવારીકાની કળશયાત્રા પંચકુંડી યજ્ઞ, સંતવાણીઃ શુ્‌ક્રવારે પૂજન, પ્રાણ પ્રતિષ્‍ઠા, મહાપ્રસાદ

રાજકોટઃ શહેરમાં  સ્‍લિવર પાર્ક ૩/૧૯ નવલનગર સ્‍વામિનારાયણ ચોક પાસે શ્રી પીપળીયા હનુમાન મંદિર ખાતે તા.૨૬ ગુરુવાર તથા તા.૨૭ શુક્રવારે બે દિવસીય ધર્મોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ મંદિર શ્રી પીપળીયા મહાદેવ પરિવાર, શ્રી રામ દરબાર, શ્રી ચાંમુડા માતાજી, શ્રી વિશ્વકર્મા દાદા, શ્રી અંબે માતાજી, શ્રી રાધાકૃષ્‍ણ, શ્રી શીતળા માતાજીની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તેમજ પંચ કુંડી મહાયજ્ઞ છે. ગુરૂવારે તા.૨૬ ના સાજેં દેવી-દેવતાઓની નગરયાત્રા તથા ૫૧ કુંવારીકાની કથળયાત્રા સાંજના ૪ કલાકે યોજાશે.

યજ્ઞના આચાર્ય પદે બિરાજી શાષાીશ્રી કૃષ્‍ણકાંત ત્રિવેદી શાષાોકત વિધિથી પંચકુંડી મહાયજ્ઞમાં આહુતી અપાવશે. રાત્રે ૯ કલાકે ભવ્‍ય સંતવાણી દ્વારા નામાંકીત કલાકારો અલખની આરાધના કરશે. હાસ્‍ય સમ્રાટ સાહિત્‍યકાર ધીરૂભાઇ સરવૈયા, કાઠીયાવાડી મોરલો ખીમજીભાઇ ભરવાડ, લોકમેળા ફેઇમ કલાકાર,  તુલસીદાસ ગોંડલીયા તેમજ ભારતીબેન મકવાણા, આરતીબેન મકવાણા, સાહિત્‍યકાર બલરાજભાઇ ગઢવી, બેન્‍ઝોવાદક મુકુંદ જાની, તબલાવાદક દિપક ઉત્‍સાદ, મંજીરા વાદક અમુભાઇ વ્‍યાસ તથા જલારામ સંગીના સથવારે સંતવાણીની જમાવટ થશે. વિડિયો લાઇવ હરીશભાઇ શીશાંગીયા તેમજ ક્રિષ્‍ના સાઉન્‍ડ સેવા આપશે.

શુક્રવાર તા.૨૭ ગણપતિ પૂજન, ગૃહશાંતિ, દેવતા પૂજન, પ્રધાન દેવતા સ્‍થાપના, પ્રાણ પ્રતિષ્‍ઠા, ધાન્‍યાધિવાસ, જલવિધિ બીડુ, પુર્ણાહુતી સાંજે ૪.૩૦ કલાકે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવનું સમાપન થશે. આ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં શ્રી સિલ્‍વર યુવા ગ્રુપ, શ્રી વિશ્વકર્મા ધુનમંડળ તથા સિલ્‍વર પાર્ક નવલનગરના લતાવાસી ભાઇ-બહેનો સહયોગી બની રહેલ છે. સાંજે ભાવિકોએ લાણી લેવા ૭ કલાકે દાતા રીન્‍કુભાઇ સવજીભાઇ મૈયડ દ્વારા મહાપ્રસાદ રાખેલ છે. મંડળના પ્રમુખ બાલાજી ટુર્સ ટ્રાવેલ્‍સના ચંદુભાઇ મૈયડ (મો. ૯૮૭૯૯ ૫૬૯૯૦) દ્વારા આમંત્રણ પાઠવેલ છે.

(2:20 pm IST)