રાજકોટ
News of Tuesday, 24th May 2022

આજથી ૫ દિવસ શિવાજી મહારાજના જીવન કથન ઉપર ‘‘જાણતા રાજા'' મહાનાટય : રાજકોટના ૧૨૫ કલાકારો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ મંત્રીઓ હાજર રહેશે : હાથી-ઘોડા-ઉંટ-બળદગાડા પણ નાટયમાં સામેલ : મહારાષ્‍ટ્રના ૧૨૫ કલાકારો સાથે ૨૫૦ કલાકારો રાખેલ : ૫ હજાર લોકો જોઇ શકશે

રાજકોટ તા. ૨૪ : ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્‍કળતિક  પ્રવળતિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને શિવાજી મહારાજ -સિધ્‍ધ્‌  પ્રતિષ્ઠાન દ્વારા ‘‘આઝાદીના અમળત મહોત્‍સવ''અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત ‘‘જાણતા રાજા'' મહાનાટયનું આયોજન રેસકોર્સ મેદાન, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે.
આ મહાનાટય સમારોહના અધ્‍યક્ષસ્‍થાને નવસારીના સંસદસભ્‍યશ્રી સી.આર.પાટીલ રહેશે. તેમજ મંત્રી ઓ સર્વે  જીતુભાઈ વાઘાણી,  હર્ષભાઈ સંઘવી,   અરવીંદભાઈ રૈયાણી તથા ભૂતપુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્‍થિત રહેશે. અતિથી વિશેષ તરીકે મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ  ભૂપતભાઈ બોદર, સાંસદો મોહનભાઈ કુંડારીયા,   રમેશભાઈ ધડુક,  રામભાઈ મોકરીયા તથા ધારાસભ્‍યો સર્વે ગોવિંદભાઈ પટેલ,  જયેશભાઈ રાદડીયા,  કુંવરજીભાઈ બાવળીયા,  લાખાભાઈ સાગઠીયા,   ગીતાબા જાડેજા,  લલીતભાઈ વસોયા,  જાવેદ પીરઝાદા મોહમ્‍મદ, શ્રી લલીત કગથરા,   ઋત્‍વિકભાઈ મકવાણા ઉપસ્‍થિત રહેશે.  
 અત્રે ઉલ્લેખનિય છે કે, ‘‘જાણતા રાજા'' એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટય છે. અત્‍યાર સુધીમાં આ નાટયના ૧૦૦૦થી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્‍યા છે. આ નાટકમાં કુલ ૩૦૦ જેટલા કલાકારો ભાગ લેનાર છે. જેમાંથી ૧૨૫ કલાકારો રાજકોટના છે અને મહારાષ્‍ટ્રના ૧૨૫ કલાકારો ભાગ લેનાર છે. આ મહાનાટયમાં મનુષ્‍યો સિવાય જીવંત કલાકારોમાં ૧ હાથી, ૬ ઘોડા, ૪ ઉંટ અને ૧ બળદગાડાનો સમાવેશ થાય છે. ઙ્ક‘‘જાણતા રાજા'' મહાનાટય અંદાજિત ૫,૦૦૦ લોકો એક સાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્‍યું છે તેમજ ૪ એલ.ઈ.ડી સ્‍ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન ર્પાકિંગની વ્‍યવસ્‍થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. વી.વી.આઈ.પી અને વી.આઈ.પી માટેની એન્‍ટ્રી અનુક્રમે ફનવર્લ્‍ડ ગેટ તથા પોલીસ હેડક્‍વાટર ગેટ પાસેથી રહેશે તેમજ પ્રજાજનોની એન્‍ટ્રી એરપોર્ટ રોડની સામેના ગેટ ઉપરથી રહેશે.

 

(11:36 am IST)