રાજકોટ
News of Tuesday, 24th May 2022

ગ્રાહકને ચડત વ્‍યાજ-ખર્ચ સહિતની રકમ ચુકવવા ગ્રાહક તકરાર આયોગનો ચુકાદો

રાજકોટ તા.ર૪ : ગ્રાહક પ્રત્‍યેની બેદરકારી અને અયોગ્‍ય વેપાર નીતિ બાબતે ગ્રાહક તકરાર આયોગમાં ફરીયાદ થતાં ગ્રાહકને ચડત વ્‍યાજ અને ખર્ચ સહિત રકમ ચુકવવા આયોગે હુકમ કર્યો હતો.
આ કિસ્‍સાની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી સ્‍મીત પી. પાંભરએ પોતાના લગ્ન પ્રસંગ માટે રેપવોક ફેશન ટેકનોલોજી પ્રા. લી. પાસેથી તા.૧ર-૧૧-૧૯ના રોજ  કોફી બ્રાઉન અને બ્રાઉન પ્રીમીયમ ડબલ સ્‍ટ્રેપ મોન્‍ક લેધર શેઝ ખરીદ ઓડર આપેલ અને સામાવાળાએ ઇ-મેઇલ દ્વારા ફરીયાદીને ઓર્ડર કન્‍ફોર્મશન રીપ્‍લાય પાઠવેલ જેમાં ફરીયાદીને જણાવલ કે તમાર ઓર્ડર દસ દિવસની અંદર તમને પહોંચાડવામાં આવશે. ત્‍યારબાદ ફરીયાદીએ તા.રપ-૧૧-૧૯ના રોજ કુરીયર દ્વારા મળેલ પાર્સલ બોકસ સ્‍વીકારી બીલ અમાઉન્‍ટ મુજબ કેશ ઓન ડીલવરી ચાર્જીસ રૂા.પ૩પ૯ રોકડેથી ચુકવી આપેલ. પરંતુ સદરહુ કુરીયર દ્વારા આવેલ પાર્સલ બોકસ ખોલતાં  જ કોઇ અન્‍ય શુજ પેર નીકળેલ જેથી તેની જાણ તાત્‍કાલીક સામવાળાને ઇ-મેઇલ દ્વારા કરેલ અને સામાવાળાને જાણ થતા તેઓ દ્વારા તા.ર૬-૧૧-૧૯ના રોજ ફરીયાદીને ઇ-મેઇલ દ્વારા જાણ કરેલ કે ખોટી શુઝ પેર પહોંચાડવા બદલ માફી અને અમો તમારી શુઝ પેઇર શુક્રવાર સુધીમાં પહોંચાડી આપીશુ. પરંતુ ત્‍યારબાદ ફરીયાદીને સામાવાળા દ્વારા એકગ્રાહક તરીકેનો સંતોષકારક અને વ્‍યાજબી જવાબ ન મળતા ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત લીગલ નોટીસ આપેલ તેમ છતાં સામાવાળાએ ફકાયદાની જોગવાઇનું ઉલ્લંઘન કરી ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ ગ્રાહકને આપવાનીથતી સેવામાં ગંભીર ઉણપ સેવેલ છે તેથી ફરીયાદીએ તેમના એડવોકેટ મારફત ગ્રાહક ફોરમમાં ગ્રાહક સુરક્ષા હેઠળની ફરીયાદ દાખલ કરેલ.
 ફરીયાદમાં  ફરીયાદીના એડવોકેટ ધવલ એમ. દેવડા દ્વારા સુપ્રીમ કોર્ટ તેમજ હાઇકોર્ટની ઓથોરીટી, ગ્રાહક સુરક્ષાના જજમેન્‍ટો ટાંકીને દલીલો અને રજુઆતો કરેલ અને ગ્રાહક સુરક્ષા એકટ હેઠળ ગંભીર ગુન્‍હો કરેલ છે. જેથી ગત તા.ર૦-પ-રઢરરના રોજ રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (મુખ્‍ય)એ ફરીયાદીનો કેસ પુરવાર માની રેપોવોક ફેશન ટેકનોલોજી પ્રા. લી. ફરીયાદીની અરજી ખર્ચ સહિત  મંજુર કરી રકમ રૂા.પ,૩પ૯ અરજી દાખલથી વળતર મળતા સુધી ૬ ટકાના ચડત વ્‍યાજ અને ખર્ચ રકમ સહિત  વળતર રકમ હુકમ તારીખથી બે માસમાં ચુકવવા અરજી મંજુર કરેલ છે. આ કામમાં ફરીયાદી વતી જાણીતા એડવોકેટ ધવલ એમ.દેવડા રોકાયા હતા.

 

(4:29 pm IST)