રાજકોટ
News of Tuesday, 24th May 2022

શહેરમાં ૭ દિ'માં ઝાડા-ઉલ્‍ટી-શરદી-ઉધરસના ૩૭૦ દર્દી નોંધાયા

ડેન્‍ગ્‍યુ, મેલેરીયાના ૧-૧ કેસ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩પર ને નોટીસ

રોગચાળો અટકાવવા ધનિષ્‍ઠ પ્રયાસો : મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા મનપાની આરોગ્‍ય શાખાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ વિસ્‍તારમાં દવા છંટકાવ, ફોગીગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તે વખતની તસ્‍વીર.

રાજકોટ તા. ર૩: શહેરમાં છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૭૦ વધુ કેસ નોંધાયા છે. જયારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ૧૬ થી રર મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના બે કેસ  અઠવાડિયામાં મેલેરિયા, ડેન્‍ગ્‍યુલના એક, એક દર્દી નોંધાયા છે. જયારે ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી. શરદી-તાવનાં ૩૭૦ થી વધુ કેસ શહેરમાં શરદી-ઉધરસના કેસ ૧૮૩ તેમજ સામાન્‍ય તાવના  ૭૮ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૧૦૬ સહિત કુલ ૩૭૦ દર્દીઓ નોંધાયા હતા.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩પર ને નોટીસ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૪,૮પ૬ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૧૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩રપ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:18 pm IST)