રાજકોટ
News of Tuesday, 24th May 2022

સૌરાષ્‍ટ્રમાં બુધ - ગુરૂ બાદ પ્રિ-મોન્‍સુન એકટીવીટીઃવાદળો બનવાની શરૂઆત : પવનનું જોર રહેશે

૨૬મીની આસપાસ કેરળમાં ચોમાસાનું આગમન

રાજકોટ, તા. ૨૩ : છેલ્લા બે - ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે, પરંતુ અસહ્ય ઉકળાટ - બફારા પ્રવર્તી રહ્યો છે. દરમિયાન સૌરાષ્‍ટ્ર - કચ્‍છ - ગુજરાતમાં આગામી બે - ત્રણ દિવસમાં જ પ્રિમોન્‍સુન એકટીવીટી જોવા મળશે તેમ હવામાન ખાતાએ જણાવ્‍યુ છે.

નૈઋત્‍યનું ચોમાસુ ૨૬મીની આસપાસ કેરળમાં બેસી જશે. નિયત તારીખ કરતા ૩ દિવસ ચોમાસુ વ્‍હેલુ છે અને સાનુકૂળ પરિબળ ધરાવે છે. જેથી સમયસર ચોમાસાનું આગમન થશે.

હવામાન ખાતાએ જણાવ્‍યુ છે કે ગરમીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાન ૩૮ થી ૪૦ ડિગ્રી વચ્‍ચે જ રહેશે. આંશિક વાદળો છવાશે.  હાલ પવન પમિ નૈઋત્‍યના ફૂંકાઈ રહ્યા છે. જે સમયસર ચોમાસાના આગમન માટે સાનુકૂળ છે. આગામી ૨૫ કે ૨૬મી બાદ સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાં કોઈ કોઈ સ્‍થળોએ પ્રિ મોન્‍સુન એકટીવીટી જોવા મળી શકે છે.

દરમિયાન રાજકોટ શહેરમાં આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો સાથોસાથ ૩૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. મહત્તમ તાપમાન ૩૮.૪ ડિગ્રી નોંધાયુ છે.

(3:24 pm IST)