રાજકોટ
News of Friday, 23rd October 2020

ગોંડલ રોડ કિશાન પંપ નજીક વાહનની ઠોકરે ચડી જતાં ટ્રક ચાલકનું મોત

રમેશ નામના યુવાને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૩: ગોંડલ રોડ પર કિશાન પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પાસે રાત્રીના આશરે નવેક વાગ્યે  ટ્રક ચાલક યુવાન રમેશ નિલારામ જાટ (ઉ.વ.૩૦) કોઇ વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતાં મૃતકના ભાઇની ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. મૃતક રમેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો તથા કુંવારો હતો. બંને ભાઇઓ ટ્રક ડ્રાઇવર હોઇ મોટે ભાગે ટ્રકમાં જ રહેતાં હતાં. બે ત્રણ દિવસથી કિશાન પંપ પાસે હોલ્ટ હતાં અને રાત્રે રમેશને અકસ્માત નડ્યો હતો.

(1:03 pm IST)