રાજકોટ
News of Friday, 23rd July 2021

રાજકોટમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સ રેખાબેન પોતાના ૩ વર્ષના બાળકને સાથે રાખીને ફરજ બજાવે છેઃ ધોમધખતા તાપમાં પણ સર્વેની કામગીરી કરી હતી

પતિ પણ કેન્સર હોસ્પિટલમાં કરે છે દર્દીઓની સેવાઃ દંપત્તિની સેવાને વધાવતા સૌ કોઇ

રાજકોટઃ રાજકોટમાં ૩ વર્ષના પુત્ર સાથે કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત માતા અને પિતાની કામગીરીને સૌ કોઇ બિરદાવી રહ્યા છે.

આજે વિશ્વભરમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે, જેની અસર ભારત સહિત અનેક રાજ્યમાં થઈ છે જેમાં ગુજરાત પણ બાકાત રહ્યું નથી ત્યારે વાત એવા કર્મનિષ્ઠની છે જે રાજકોટમાં રહે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે રાજકોટમાં રહેતા રેખાબેન ઘરે ઘરે જઈ ને સર્વેની કામગીરી કરતા હોય છે, ક્યારે તેઓ વેક્સિનેશનની કામગીરીમાં સહયોગ આપે છે તો ક્યારેક નાના બાળકોને રસી કે ડોઝ અપાવવામાં મદદરૂપ બને છે.

નવાઈની વાત એ છે કે તેઓ પોતાના ત્રણ વર્ષના બાળક રિહાનને પણ સાથે રાખીને ફરજ બજાવે છે..રેખાબેનના પતિ પણ કેન્સર હોસ્પિટલમાં હોવાથી તેઓ બાળકને સાથે રાખી શકતા નથી તેથી રેખાબહેને બાળકને સાથે રાખીને આરોગ્ય કેન્દ્ર પર આવવુ પડતું હોય છે.રેખાબેન ઉનાળાના ભરભરતા તડાકામાં પણ બાળકને સાથે રાખીને સર્વેની કામગીરી કરી ચુક્યા છે.

રેખાબેને જ્યારે પુત્ર ત્રણ મહિનાનો હતો ત્યારથી તેઓ પોતાની સાથે રાખીને આરોગ્ય કેન્દ્રમાં ફરજ પર આવતા પરતું હવે કોરોના કાળ ચાલી રહ્યો છે, આરોગ્ય કેન્દ્ર પર અનેક લોકો આવતા હોય છે અને ભીડ પણ એકઠી થતી હોય છે એવામાં પણ કોરોના વાયરસનો ખરતો ચારેકોર મંડાયેલો રહે છે કોરોના વાયરસના કારણે કેટલાય લોકોએ પોતાની જીવ ગુમાવ્યા છે છતા પણ પોતે જીવની પરવા કર્યા વિના રેખાબેન બાળકોને આરોગ્ય કેન્દ્રપર રાખીને ફરજ નિષ્ટા પૂર્વક નિભાવી રહ્યા છે.

 આજે કોરોના કાળમાં  પણ કેટલાક લેભાગુ તત્વો  મદદ કરવાને બદલે અન્યની લાચારીનો ફાયદો ઊઠાવતા જોવા મળતા હોય છે, એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં નકલી રેમડેસિવિર ઈન્જેક્શન હોય કે ઈન્જેક્શનના નામે કાળા બજારી હોય કેટલાક લોકો તો ઈજેક્શનના નામે ઉગાડી લૂંટ ચલાવતા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે કેટલીક જગ્યાએ તો ઓક્સિજના સિલેન્ડરોની કાળાબજારી પણ સામે આવતી  જોવા મળે છે કોરોનાના કપરા કાળમાં પણ માનવમુલ્યો હણતા લોકો પૈસા કમાવવામાં પડ્યા છે ત્યારે એવામાં રેખાબેન આવા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ સમાન બની રહે છે.

ગત રવિવારે જ વિશ્વ માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી છે ત્યારે રેખાબેન જેવા લોકો આરોગ્ય કેન્દ્રમાં, હોસ્પિટલમાં, નર્સ, ડોક્ટર કે સ્ટાફ તરીકે આવી મહામારીમાં ફરજ નિભાવી રહ્યા છે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જેઓ આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા છે તેઓની જીંદાદિલીને સૌ કોઈ સલામ કરે છે  

(6:44 pm IST)