રાજકોટ
News of Friday, 23rd July 2021

તા. ૨૫ જુલાઈના રોજ જામનગર ખાતે લેવાનાર આર્મી ભરતીની લેખિત પરીક્ષા હાલ પુરતી મોકૂફ

રાજકોટ .તા. ૨૩ જુલાઈ - આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા તા. ૨૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ - ભુજ તેમજ દીવના ઉમેદવારો માટે લેખિત પરીક્ષા જામનગર સ્થિત સત્યસાંઈ વિદ્યાલય ખાતે લેવામાં આવનાર હતી, જે મુલતવી રાખવામા આવી હોવાનું આર્મી રિક્રુટમેન્ટ ઓફિસર, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, રાજકોટની યાદીમાં જણાવ્યું છે.

(4:45 pm IST)