રાજકોટ
News of Friday, 23rd July 2021

રૂ. સાડા ત્રણ લાખનો ચેક પાછો ફરવાના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.ર૩ :  રાજકોટ શહેરમાં જયદિપભાઇ કિશોરભાઇ ડોડીયા, રહે કોઠારીયા કોલોની રાજકોટવાળાએ ધવલ દિનેશભાઇ ઠુંમ્મર, રહે. યુનિવર્સિટી રોડ, રાજકોટ વિરૂધ્ધ લેણા પેટેનો રૂ. ૩,પ૦૦૦ નો ચેક આપેલ જે રીર્ટન થતા તે અંગેની નોટીસ આપેલ હતી જે તેઓને મળી ગયેલ હતી તેમ છતા પૈસા ન ભરતા ફરીયાદીએ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળની ફરીયાદ કોર્ટ સમક્ષ નોંધવામાંં આવેલ હતો.

આ કેસ કોર્ટ સમક્ષ ચાલી જતાં કોર્ટ ફરીયાદ રેકડ ઉપર રહેલા સંજોગો ધ્વાને લઇ આરોપી દ્વારા આપવામાં આવેલ વાદગ્રસ્ત એક કાયદેસરનુ઼ લેણું ચુકવવા માટે આપવામાં આવેલ હોવાની હકિકત પુરવાર કરવામાં ફરીયાદી નિષ્ફળ ગયેલહોય કોર્ટ તેમના ચુકાદામાં પુરાવાની છણાવટ બાદ ધવલભાઇ દિનેશભાઇ ઠુંમ્મરને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે ઉપરોકત કામમાં આરોપી વતી વકીલ સંજય એન.કવાડ, મૌલીકભાઇ એચ.સાયાણી, આકાશભાઇ એચ.બાટવીયા, ચિરાગ એલ.ભિંડોરા રોકાયેલા હતા.

(3:48 pm IST)