રાજકોટ
News of Friday, 23rd July 2021

સિવિલ હોસ્પિટલ બાયો મેડિકલ વોર્ડ પાસેથી વૃધ્ધની લાશ મળી

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૩: સિવિલ હોસ્પિટલના બાયો મેડિકલ વોર્ડ પાસેથી અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃધ્ધની લાશ મળતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધનું બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. તેઓ બેભાન મળતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. તસ્વીરમાં દેખાતા વૃધ્ધના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. હેડકોન્સ. વિમલેશભાઇ રાજપૂત વધુ તપાસ કરે છે.

(12:54 pm IST)