રાજકોટ
News of Monday, 23rd May 2022

આપ કતાર મેં હૈ...સિવિલ હોસ્‍પિટલની દવા બારીએ લાઇનોઃ ફાર્માસિસ્‍ટની ઘટ કારણભૂત

રાજકોટઃ શહેરની પીડીયુ સિવિલ હોસ્‍પિટલની દવા બારીએ કેટલાક દિવસથી દરરોજ લાંબી લાઇનો જામે છે. દર્દી અને દર્દીના સગા જે તે ઓપીડીમાં પોતાના રોગનું નિદાન, સારવાર કરાવા માટે કલાકો કતારમાં ઉભા રહ્યા બાદ ડોક્‍ટર દ્વારા લખી આપવામાં આવતી દવાઓ લેવા જે તે વિભાગમાં આવેલી દવા બારીએ પહોંચે છે. પરંતુ અહિ પણ ‘આપ કતાર મેં હૈ' સુત્રનો અનુભવ કરવો પડે છે. જાણવા મળ્‍યા મુજબ સાત જેટલા ફાર્માસિસ્‍ટની ઘટ હોવાને કારણે આ મુશ્‍કેલીઓ ઉભી થઇ રહી છે. હાલમાં ઇન્‍ટર્ન છે તેમની પણ પરિક્ષા હોઇ જેટલા ફાર્માસિસ્‍ટ અને સ્‍ટાફ છે તેનાથી ગાડુ ગબડાવવું પડે છે. આ કારણે દર્દીઓને દવા લેવા માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. જે ફાર્માસિસ્‍ટની ઘટ છે તે પુરી કરવામાં આવે તો મુશ્‍કેલીઓનું નિવારણ થઇ જાય તેમ હોવાનુ જાણકારો કહે છે. તસ્‍વીરમાં ઓપીડીની દવા બારી પર દર્દીઓ અને તેના સગાઓની લાઇનો જોઇ શકાય છે

 

(3:38 pm IST)