રાજકોટ
News of Sunday, 22nd May 2022

તાલુકા પોલીસના દારૂના ગુન્હામા ૯ માસથી ફરાર જયેશ ઉર્ફે ઢીંગલી ઉર્ફે લાલો કુંભારને લોકલ ક્રાઇમ બ્રાંચ ડી.સી.પી. ઝોન-૨ની ટીમે પકડ્યો

રાજકોટઃ શહેર તાલુકા પોલીસના દારૂના જથ્થાના ગુનામાં ૯ માસથી ફરાર શખ્સ જયેશ ઉર્ફે ઢીંગલી ઉર્ફે લાલો પ્રવીણભાઇ માંડલીક - કુંભાર (ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે, શાંતીધામ ગેઇટની સામે ખોડીયાર હોટલની બાજુમા શાપર તા.કોટડા સાંગાણી જી.રાજકોટ)ને એલસીબી ઝોન ૨ ટીમના  કોન્સ. અમીનભાઇ ભલૂર, મનીષભાઇ સોઢીયા તથા જયપાલસિંહ સરવૈયાની બાતમી પરથી ઢોલરાના પાટીયા પાસેથી રસુલપરાના ખુણેથી પકડી લેવાયો છે.

પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદઅહેમદ, ડીસીપી ઝોન-ર શ્રી સુધિરકુમાર દેસાઇની સૂચના મુજબ પીએસઆઇ એ.એલ બારસીયા, હેડ.કોન્સ. વીરેન્દ્રસિંહ ઝાલા, મૌલિકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, કોન્સ.અમિનભાઇ ભલુર, મનિષભાઇ સોઢીયા, જયપાલસિંહ સરવૈયા તથા જેન્તીગીરી ગૌસ્વામીએ આ કામગીરી કરી હતી. 

(11:11 am IST)