રવિવારે વહેલી સવારે ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં દારૂની ડ્રાઈવ: ૦૬ પકડાયા:૧૫ નિલ રેઇડ
ડીસીપી સુધીરકુમાર દેસાઈ, એસીપી પી.કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ જી.એમ. હડિયા, પીઆઇ કે.એ. વાળાની ટીમોની કાર્યવાહી
રાજકોટઃ આજે રવિવારે વહેલી સવારે ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં દારૂની ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં છ આરોપી દારૂ સાથે પકડાયા હતાં. જ્યારે પંદર નિલ રેઇડ કરવામાં આવી હતી.
ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨૫ વારીયા, હનુમાન મઢી પાસે દરોડો પાડી હિરલબેન રાજુ અઘારીયા, વનરાજ ઉર્ફે વિશાલ ભગુભાઇ રાઠોડને દેશી દારૂ સાથે પકડ્યા હતા. અન્ય પંદર શખ્સો પર નિલ રેઇડ કરવામાં આવી હતી. જ્યારે પ્ર. નગર પોલીસે પાંચ દરોડામાં દેશી દારૂ પકડ્યો હતો.
પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ તથા એસીપી પી. કે. દિયોરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર જી. એમ. હડીયા, પોલીસ ઇન્સપેક્ટર કે.એ.વાળાની રાહબરીમાં પો.સ.ઇ. એમ. વી. લુવા તથા આમ્રપાલી ચોકી સ્ટાફ તથા પો.સ.ઇ. એચ. વી. સોમૈયા તથા બજરંગવાડી ચોકી સ્ટાફ તેમજ પો.સ.ઈ. કે.સી.રાણા તથા પો.સ.ઈ. એસ.આર. જોગરાણા તથા ડી સ્ટાફ ટીમ તથા સદર ચોકીની ટીમ અને જંકશન ચોકીના સ્ટાફે આ કામગીરી કરી હતી.