રાજકોટ
News of Sunday, 22nd May 2022

ગાયત્રીનગર રોડ જલારામ ચોકમાં ટ્યુશન કલાસ પાસે છોકરીઓને ઈશારા કરી છેડતી કરતા દીપ ઉર્ફે રાજદીપ સબાડને ભકિતનગર પોલીસ સ્ટેશનની દુર્ગા શકિત ટીમે પકડ્યો

રાજકોટઃ ગાયત્રીનગર મેઈન રોડ પર જલારામ ચોકમાં માર્સ કોમ્પ્યુટર કલાસીસ પાસે ઉભો રહી રસ્તે પસાર થતી છોકરીઓ મહિલાઓને આંખથી તેમજ હાથથી ઇશારા કરી હેરાન કરતા શખ્સ દીપ ઉર્ફે રાજદીપ નાનજીભાઇ સબાડ (ઉ.વ.૨૦ રહે દિવ્ય પેલેસ એપાર્ટમેન્ટ ખોડીયાર હોટલ પાસે ગોંડલ રોડ રાજકોટ)ને પકડી કાયદાનું ભાન કરાવાયું હતું.

 શહેર પોલીસ કમિશનરશ્રી ખુરશીદ એહમદ, ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મિણા તથા એ.સી.પી. એચ.એલ.રાઠોડની સૂચના અને પીઆઇ એલ.એલ.ચાવડાની રાહબરીમાં પીએસઆઇ એચ.એન.રાયજાદા, હેડકોન્સ દિલીપભાઇ બોરીચા તથા પો.કોન્સ મનીષભાઇ ચાવડા, દુર્ગા શકિતની ટીમની કોન્સ જાગૃતીબેન ચાવડા સહિતે આ કામગીરી કરી હતી.

(11:09 am IST)