News of Wednesday, 22nd March 2023
અકિલા ન્યુઝ : રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગઈકાલે સાંજે ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગટરના મેનહોલમાં ખાબકેલો શ્રમિક મેહુલ મેસડા ગેસ ગળતરથી બેભાન થઇ ગયો હતો, તેને બચાવવા દોડેલા કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફર પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા અને બંનેના સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે અહીં કોન્ટ્રાક્ટરની લાશ તેમના પરિવારે સ્વીકારી લીધી હતી. પરંતુ શ્રમિકની લાશ હજુ સુધી તેમના પરિવારે સ્વીકારી નથી. ન્યાય ની માંગ સાથે પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં જ ધરણા પર બેસી રામધૂન બોલાવી
(2:59 pm IST)