કનકનગરના વિજય કોળીની હત્યામાં કાવત્રાની કલમનો ઉમેરોઃ છરી-ધારીયુ કબ્જે
વિજયની હત્યા કરનાર મુખ્ય આરોપી સુરેશ સાકરીયા : હત્યાનો ભોગ બનનાર વિજય મેર (કોળી)
રાજકોટ,તા., ર૧: ગુરૂવારની રાત્રે કનકનગરમાં મિત્રો સાથે બેઠેલા વિજય ઉર્ફે વિજલો ધીરૂભાઇ મેર-તળપદા કોળી (ઉ.વ.૩ર)ની બાઇક પર બુકાની બાંધી આવેલા બે શખ્સોએ છરી-ધારીયાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી. પુત્રીને ભગાડી જનાર વિજયને પુત્રીના પિતા સુરેશ સવજીભાઇ સાકરીયા અને તેના મિત્ર દિનેશ ઉર્ફે ભુવાજી બચુભાઇ રંગપરાએ પતાવી દીધાનું ખુલતા બંંનેની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા બંનેની વિશિષ્ટ ઢબની પુછપરછ કરી હત્યામાં વપરાયેલા હથીયારો કબ્જે કરવામાં આવ્યા છે. ધારીયુ છ દિવસ પહેલા પરાબજારમાંથી ખરીદવામાં આવ્યું હતું. છરી એક મહિના પહેલા સુરેશ ચોટીલાથી ખરીદી લાવ્યો હોવાનું બહાર આવ્યું છે. દરમિયાન તપાસનીસ થોરાળા પીઆઇ બી.એમ.કાતરીયાએ હત્યા પુર્વયોજીત પ્લાન અંતર્ગત નિપજાવ્યાનું નોંધી કાવત્રાની કલમ ૧ર૦(બી)નો ઉમેરો કરવા કોર્ટને રીપોર્ટ કરવા તજવીજ હાથ ધરી છે.