રાજકોટ
News of Saturday, 21st August 2021

કોમર્શિયલ કોમ્પ્લેક્ષનાં ટોયલેટને દુકાનમાં ફેરવી સુવિધા છીનવી લેનાર બિલ્ડરનો દાવો ફગાવતી અદાલત

મ.ન.પા.એ દુકાન તોડી પાડ્યા બાદ મારૂતી કોમર્શિયલ કોમ્પ્લેક્ષનાં બિલ્ડરે દાવો કર્યો હતો

રાજકોટ, તા. ર૧ :  શહેરના ઈન્દિરા ગાંધી સર્કલની બાજુમાં આવેલા આલીશાન એપાર્ટમેન્ટની સામે મારૂતિ કોપ્લેક્ષના નામથી કોમર્શીયલ કોમ્પલેક્ષ આવેલ છે. આ કોમર્સીયલ કોપ્લેક્ષના ટોયલેટને દુકાનમાં ફેરવવાના વિવાદ બાદ બિલ્ડર દ્વારા દુકાનધા૨કો સામે કરવામાં આવેલો દાવો અદાલતે ફગાવી દીધો છે.

મારૂતિ કોમ્પલેક્ષના નામથી કોમર્શીયલ કોમપ્લેક્ષ ની જમીન નીલાબેન શાંતિલાલ દોશી, હર્ષિદાબેન શાંતિલાલ દોશી તથા અમી રજનીકાંત દોશી ખરીદ કરેલ. જે તે મિલકત ઉપર રા.મ્યુ.કોર્પોરેશનમાંથી સને-૨૦૦૪માં બાંધકામ પરવાનગી

મેળવેલ અને પ્લાન મુજબનું બાંધકામ પૂર્ણ થતા સને-૨૦૦૫માં કમ્પલીશન સર્ટીફીકેટ મેળવવામાં આવેલહતો

ત્યારબાદ ઉપરોકત ત્રણેય વ્યકિતઓએ ગ્રાઉન્ડ ફલોર, ૧૫૦ ફુટ રીંગ રોડ તરફની દુકાનો અલગ-અલગ આસામીઓને વહેંચેલ અને તેના જોગ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતા

ત્યારબાદ સને-૨૦૧૨ માં ઉપરોકત ત્રણેય જમીનમાલિક બિલ્ડરે કોમન ટોયલેટ બ્લોક જે દુકાનધારકો માટે બનાવવામાં આવેલ તોડફોડ કરી, તેમાં રોડ ત૨ફ શટર મુકી દુકાનનું સ્વરૂપ આપી દીધેલ હતું જે બાબતે મ્યુનિશીપલ કોર્પોરેશનમાં દુકાનધારકોએ ફરીયાદ કરતા આસીસ્ટન્ટ

ટાઉન પ્લાનર તથા તેની ટીમે બિલ્ડર દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલ્ડોઝર ફેરવી તોડી પાડેલ હતું

ત્યારબૉદ બિર્લ્ડે કોર્ટમાં દુકાનધારકોને જોડી દાવો કરેલ હતો જેમાં તેઓ એ જમીન ખરીદ કર્યા બાદ બનાવવાળા સ્થળ ઉપર બાંધકામ કરેલ છે. અને પોતે ટોયલેટ બ્લોક ઉપ૨ બનાવેલ દુકાનના શટર દુર કરી દુકાનધારકો કબજો લેવા પ્રયાસ કરે છે. તેથી તેને કોર્ટે રોકવા અને જે તે

મિલકત-દુકાન બાબતે દુકાનધારકોને કોઈ હકક-અધિકાર નથી તેવું વિજ્ઞાપન માગતો દાવો દાખલ કરવામાં આવ્યો હતો.

ઉપરોકત દાવામાં દુકાનધારકો વતી વિકાસ કે. શેઠ એડવોકેટ દરજજે રોકાયેલ. તેઓએ વાદીના જ દસ્તાવેજ ઉપરથી કોર્ટને સફળતાપૂર્વક બતાવેલ કે, વાદી જે દાવો કોર્ટ સમક્ષ લાવેલ છે તે તદન ખોટી વિગતો આધારીત છે. વાદીએ રજુ કરેલ બાંધકામ પરવાનગી કમ્પલીશન સર્ટીફીકેટ અને

કોર્પોરેશન દ્વારા મંજુર કરવામાં આવેલ બાંધકામ પ્લાન જોતા સ્પષ્ટ થાય છે કે કોર્પોરેશન દ્વારા ફકત છ દુકાનનું બાંધકામ કરવા પ૨વાની આપવામાં આવેલ છે. તેમ છતાં કમ્પ્લીશન બાદ ટોયલેટ બ્લોકસને દુકાનનું સ્વરૂપ આપી વાદી પ્રતી વાદી દુકાનધારકોની સહીયારી સુવિધા છિનવી લેવા માગતા હોય તેમને દરમિયાન કે આખરી દાદ મળવા પાત્ર નથી. કોર્ટ દરમિયાન મનાઈ હુકમની અરજી સાંભળતી વખતે ઠરાવેલ કે, વાદીની વર્તણૂક ચોખ્ખા હાથની જણાતી નથી. રેકર્ડ ઉપરનો નકશો ધ્યાને લેતા બિલ્ડર એટલે કે વાદીએ સહીયારી સુવિધાવાળા કોમન ટોયલેટ બાથરૂમમાં દુકાનનો હકક દાવો કરેલ છે તેથી વાદીનો પ્રથમ દર્શનીય કેસ હોય તેવું જણાતું નથી, મનાઈહુકમ ન આપવાથી તેને કોઈ અગવડતા પડતી નથી. અને સગવડતાનું પલ્લુ પણ વાદીની તરફેણ માં નથી. તેવું ઠરાવી કોર્ટે મનાઈ હુકમની અરજી પણ સને-૨૦૧૪ માં ફગાવી દીધેલ. ત્યારબાદ જિલ્લા અદાલતમાં કરવામાં આવેલ અપીલ સને-૨૦૧૭માં ડિસમીસ થયેલ. ત્યારબાદ સમગ્ર કેસની ટ્રાયલ ચાલ્યા બાદ કોર્ટે વાદીનો દાવો નકારી કાઢતા ઠરાવેલ છે કે વાદી દાવા મુજબનો તેનો કલેઈમ સાબિત કરવામાં નિષ્ફળ નીવડેલ હોય દાવો ડિસમિસ કરવામાં આવે છે.

આ કામમાં પ્રતિવાદી વતી વિકાસ કે. શેઠ, અલ્પા શેઠ, બીજ શેઠ તથા રાજદીપ દાસાણી એડવોકેટ દ૨જજે રોકાયેલ હતા.

(3:31 pm IST)