રાજકોટ
News of Saturday, 21st August 2021

પોલીસ અધિકારીઓ-લઘુમતિ અગ્રણીઓની હાજરીમાં શાંતિ મંત્રણા

રાજકોટઃ ગઈકાલે મહોરમના દિવસે રાજકોટ રેલ્વે સ્ટેશન પાછળના રૂખડીયાપરામાં યુવતીની છેડતી અને તાકી-તાકીને જોવાના મામલે બે મુસ્લિમ પરિવારો વચ્ચે ખેંચતાણ સર્જાયા બાદ મામલો પોલીસ સ્ટેશને થાળે પડયો હતો. જો કે થોડા કલાકો બાદ ફરીથી બન્ને જુથો વચ્ચે બોલાચાલી બાદ ઉશ્કેરાટ વધતા સામસામો પથ્થરમારો થતા વિસ્તારમાં તંગદિલી ફેલાતા પોલીસે કડક બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. આ માથાકુટ સંદર્ભે સામસામે ૨૬ શખ્સો સામે ગુન્હો નોંધી ૧૭ની ધરપકડ કરી લેવાય હતી. દરમિયાન આજે બપોરે એડીશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ, પ્ર.નગર પી.આઈ. એલ.એલ. ચાવડા, કોંગ્રેસ માઈનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજા, કોંગ્રેસ લીગલ સેલના અશોકસિંહ વાઘેલા અને મુસ્લિમ અગ્રણી હબીબભાઈ ગનીભાઈ કટારીયા અને સ્થાનિક મુસ્લિમ આગેવાનોની બેઠક મળી હતી. જેમાં શાંતિ મંત્રણા થઈ હતી.(ફોટોઃ સંદીપ બગથરીયા)

(2:54 pm IST)