રાજકોટ
News of Tuesday, 21st June 2022

ખાણીપીણીના ૩૭ ધંધાર્થીને ત્‍યાં ચેકીંગ : ૧૨ને નોટીસ

સદર બજાર વિસ્‍તારમાં મનપાની ફુડ શાખાના દરોડા : કુવાડવા રોડ પરથી ઘી ફલેવર, જસાણી બ્રાન્‍ડ ઓઇલના બે નમૂના લેવાયા

રાજકોટ,તા. ૨૧ : મહાનગરપાલિકા દ્વારા ફુડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઝોન વ્‍હીલ્‍સ વાન સાથે સદર બજાર, ફૂલછાબ ચોક વિસ્‍તારમાં કુલ ૩૭ ધંધાર્થીને ત્‍યાં ચકાસણી ધરવામાં આવેલ. આ ચકાસણી દરમિયાન ૧૨ ધંધાર્થીઓએ લાયસન્‍સ બાબતે નોટિસ આપવામાં આવેલ. ચકાસણી દરમિયાન વેંચાણ થતા ઠંડા પીણા, મસાલા, પ્રિપેર્ડ ફુડ, બેકરી પ્રોડક્‍ટસ, મીઠાઇ વિગેરેના કુલ ૧૩ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

ફુડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ -૨૦૦૬ હેઠળ શ્રીજી એન્‍ટરપ્રાઇઝ -ન્‍યુ શકિત સોસાયટી, શેરી નં. ૧૧, નવાગામ, કુવાડવા રોડ પરથી ઘી ફલેવર (૪ કિલોગ્રામ પેક પ્‍લાસ્‍ટિક કેનમાંથી) તથા જસાણી બ્રાન્‍ડ ઓઇલ (૧૫ કિલોગ્રામ પેકડ ટિનમાંથી)નો બે નમૂના લેવામાં આવ્‍યા છે. તે રાજ્‍ય સરકારની વડોદરા સ્‍થિત લેબોરેટરીમાં પરીક્ષણર્થે મોકલવામાં આવેલ છે. 

(3:55 pm IST)