દુષ્કર્મીના ગુન્હામાં પકડાયેલ આરોપીની જામીન અરજીને સેસન્સ કોર્ટે ફગાવી દીધી
રાજકોટ તા. ર૧ : રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ દુષ્કર્મના ગુન્હામાં આરોપી રવિભાઇ વસંતભાઇ ટીમાણીયાને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો સેશન્સ કોર્ટે હુકમ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે આ કામનાં ફરીયાદીની ફરીયાદના આધારે રાજકોટ શહેર મહિલા પોલીસ સ્ટેશનમાંથી આઇ.પી.સી.કલમ-૩૭૬ (ર) (એન) થી આરોપી વિરૂધ્ધ ગુન્હો દાખલ થયેલ. જે ગુન્હામાં આરોપી રવિભાઇ વસંતભાઇ ટીમાણીયાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ. ત્યારબાદ અરજદાર તરફે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી.
રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ શ્રી કે.ડી.દવેએ અરજદારને શરતોને આધીન જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.
આ કામના અરજદાર રવિભાઇ વસંતભાઇ ટીમાણીયા વતી રાજકોટના એડવોકેટ કિશનભાઇ વાલ્વા, વિજયભાઇ બી. જોશી, ચિરાગભાઇ મેતા રોકાયેલ હતા.