રાજકોટ
News of Saturday, 21st May 2022

વિષ્‍ણુનગરમાં તીનપતીનો જુગાર મહિલાઓ સહિત પાંચ શખ્‍સો જુગાર રમતા પકડાયા

માલવીયાનગર પોલીસનો દરોડોઃ ૪૬ની રોકડ કબજે

રાજકોટ, તા.૨૧: દોઢસો ફૂટ રોડ પર વિષ્‍ણુનગરમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત પાંચ શખ્‍સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ દોઢસો ફૂટ રોડ પર વિષ્‍ણુનગરમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે માલવીયાનગર પોલીસે વિષ્‍ણુનગર શેરી નં.૨માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા વિષ્‍ણુનગર શેરી નં.૨માં રહેતા સગુણાબેન વસરામભાઇ પરમાર, વિનાયક નગર શેરી નં.૧ના મંજુબેન વલ્લભભાઇ સરવૈયા, વાવડી વસુંધરા ટેનામેન્‍ટ બ્‍લોક નં.૧૪ના હિંમત કાનજીભાઇ દેવહીતકા અને ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડીયારનગર શેરી નં.૧૫ના રમેશ વાઘજીભાઇ સોલંકીને પકડી લઇ રૂા.૪૮૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.આઇ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્‍વર, હેડ કોન્‍સ એ.બી.વીક્રમ તથા મહેશભાઇ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

 

(3:34 pm IST)