રાજકોટ
News of Saturday, 21st May 2022

મારામારીના બે અલગ-અલગ ગુનામાં ફરાર ઇકબાલ અને નિલેશ પકડાયા

ભકિતનગર પોલીસે ઇકબાલને જૂનાગઢથી તથા ક્રાઇમ બ્રાંચે નિલેશને માધાપર ચોકડી પાસેથી દબોચ્‍યો

રાજકોટ, તા.૨૧: જામનગરના જામજોધપુરમાં મારામારીના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને ક્રાઇમ બ્રાંચે તથા ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં ફરાર શખ્‍સને જૂનાગઢથી પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી.વી.બસીયાની સૂચના પરથી પીઆઇ.જે.વી.ધોળા તથા વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ.સી.એમ ચાવડા, હેડ કોન્‍સ ઉમેદભાઇ ગઢવી પ્રદિપસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે એ.એસ.આઇ.સી.એમ. ચાવડા હેડ કોન્‍સ ઉમેદભાઇને બાતમી મળતા જામનગર રોડ માધાપર ચોકડી પાસેથી નિલેશ રણછોડભાઇ ચૌહાણ (ઉ.વ.૩૫) (રહે.ગામ તરસાઇ તા.જામજોધપુર)ને પકડી લીધો હતો. નિલેશ જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં ફરાર હતો.
જયારે બીજા બનાવમાં ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્‍સ દીલીપભાઇ, કોન્‍સ વાલજીભાઇ અને વિશાલભાઇને બાતમી મળતા જૂનાગઢ દાતાર રોડ પાસેથી ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ઇબ્રાહીમભાઇ લોદી (રહે.કોઠારીયા રોડ રણુજાધામ સોસાયટી) ને પકડી લીધો હતો. ઇકબાલ ઉર્ફે જૂનાગઢી ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલ મારામારીના ગુનામાં ફરાર હતો. તે અગાઉ હત્‍યા, હત્‍યાની કોશિષ, મારામારી તથા દારૂ અને જુગારના કેસમાં પકડાઇ ચૂકયો છે. આ કામગીરી પીઆઇ.એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.એન.રાયજાદા તથા હેડ કોન્‍સ દીલીપભાઇ, કોન્‍સ વાલજીભાઇ જીડા અને વિશાલભાઇ દવે દ્વારા કરવામાં આવી હતી.

 

(3:32 pm IST)