રાજકોટ
News of Saturday, 21st May 2022

બાળકો તથા મહિલાઓ માટે નિઃશુલ્‍ક સમર કેમ્‍પનો કાલથી પ્રારંભ

શ્રી મોઢ વણિક સમાજ તથા રાજકોટ મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ દ્વારા

રાજકોટઃ શ્રી મોઢ વણિક સમાજ- રાજકોટ તથા મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ રાજકોટના સંયુકત ઉપક્રમે મોઢ વણિક જ્ઞાતીના બાળકો તથા બહેનો માટે વિનામુલ્‍યે સમરકેમ્‍પનું આયોજન ૨૩મે ૨૦૨૨થી તા.૨૬મે ૨૦૨૨ ગુરૂવાર, દરરોજ સાંજે૫થી ૭ દરમ્‍યાન કુલ ૪ દિવસ કરાયું છે. કાલે સવારે ૧૦ કલાકે ઉદ્‌ઘાટન થશે.

આ સમર કેમ્‍પમાં બહેનો માટે યોગા, એરોબીકસ, ઝુમ્‍બા, ઇઝી કુકીંગ, ડેકોરેટીવ આઇટમ તથા બાળકો માટે એરોબીકસ, ડ્રોઇંગ, કેન્‍ડી આઇસ્‍ક્રીમ કપ, આર્ટ એન્‍ડ ક્રાફટ વિ. રાખેલ છે. તથા વન સ્‍ટ્રોક પેઇન્‍ટીંગનું આયોજન કરેલ છે.

કાર્યક્રમમાં તરલાબેન રસીકભાઇ મહેતા, ઉદ્‌ઘાટન  હેમલભાઇ મોદી , રમેશભાઇ જીવાણી, કિરીટભાઇ પટેલ,  નિરજભાઇ મહેતા, રસીકભાઇ પી.વોરા,  આશિષભાઇ જી.મહેતા, અમીતભાઇ આર.પટેલ, નિરવભાઇ પી.મણીયાર,  યતીનભાઇ ધ્રાફાણી તથા જયેશભાઇ પારેખ  ઉપસ્‍થિત રહેશે.  સંપૂર્ણ કાર્યક્રમ મહિલાઓના નેતૃત્‍વ અંજલીબેન વોરા, રૂપાબેન વોરા, દિપ્તીબેન પારેખ, ગીતાબેન પટેલ, પ્રીતિબેન વોરા, કાશ્‍મીરાબેન દોશી, મીતાબેન મણીયાર, જાનવીબેન મહેતા, કલ્‍પનાબેન દોશી, હર્ષાબેન પારેખ,   દિપ્તીબેન મેરુવાણી, રીપલબેન છાપીયા, પ્રતીમાબન પારેખ, સુષ્‍માબેન મહેતાના

  સમર કેમ્‍પમાં ખ્‍યાતીબેન પરીખ, ભાવિતાબેન મહેતા, ડો. શિવાનીબેન મહેતા, સોનાલીબેન વોરા, રીચાબેન બખાઇ, ધ્રુતીબેન જોશી તથા બક્ષીતાબેન મોદી ટ્રેનર તરીકેની સેવા પુરી પાડશે.

કાર્યક્રમની સફળતા માટે સંજયભાઇ મણીયાર,  અશ્વિનભાઇ પટેલ,  પ્રશાંતભાઇ ગાંગડીયા,  શ્રેયાંસ મહેતા,  જીજ્ઞેશભાઇ મેસ્‍વાણી તેમજ શ્રી મોઢ વણિક સમાજ રાજકોટ તથા  રાજકોટ મોઢ વણિક મહારાજ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ નિતિનભાઇ ડી.મણિયાર, અતુલભાઇ કે. પારેખ, મહેન્‍દ્રભાઇ ઓ. ગૉધી, જયેશભાઇ એલ. ગાંધી, સંજયભાઇ ડી. મણિયાર, દિપકભાઇ ટી. મહેતા, રસિકભાઇ પી.વોરા, આશીષભાઇ મહેતા, દિપેશભાઇ આર. પારેખ, જયેન્‍દ્રભાઇ જે. પારેખ, રોહીતભાઇ જે. શાહ, દોલતભાઇ એસ. દોશી,  કેતનભાઇ (ગોપાલ) વી. વોરા, ધીરેન્‍દ્રભાઇ એમ. મહેતા, ચંદ્રકાંત (કાકુભાઇ) એ. મહેતા, યોગેશભાઇ સી.પારેખ, હિતભાઇ ડી.શેઠ, અમિતભાઇ આર. પટેલ, શ્રેયાંસભાઇ એમ.મહેતા, સુનિલ વોરા, અશ્વિન વડોદરીયા, કેતન પારેખ, નિતિનભાઇ વોરા,જગદીશ વડોદરીયા, સંજય મણિયાર, ઇલેશ પારેખ, ધર્મેશ વોરા દ્વારા જહેમત ઉઠાવેલ છે.

 શ્રી મોઢ વણિક સમાજ-રાજકોટ.પ્રમુખઃ શ્રી ધર્મેશ શેઠ, મંત્રીઃ ડો. અતુલ વોરા-૯૮૨૫૭ ૦૯૯૬૬, તથા મોઢ વણિક મહાજન ટ્રસ્‍ટ-રાજકોટ, પ્રમુખઃ શ્રી ભાગ્‍યેશ વોરા ૯૧૦૬૪ ૦૮૭૦૨, મેનેજીંગ ટ્રસ્‍ટીઃ શ્રી કિરેન છાપીયા

(3:23 pm IST)