રાજકોટ
News of Saturday, 21st May 2022

રાજકોટ રેલવે ડિવિઝને મનાવ્‍યો આતંકવાદ વિરોધી દિવસ

રાજકોટ, તા. ર૧ : રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે આતંકવાદી વિરોધી દિવસ મનાવવામાં આવ્‍યો. આ પ્રસંગે રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને ડીઆરએમ ઓફિસના પ્રાંગણમાં તમામ રેલવે અધિકારીઓ અને કર્મચારીઓને દરેક પ્રકારની હિંસા અને આતંકવાદનો મજબૂતપણે વિરોધ  કરવા માટે ની શપથ લેવડાવી હતી. તેમણે બધા વર્ગો વચ્‍ચે શાંતિ અને સદ્‌્‌ભાવના સ્‍થાપિત કરવા માટે નો પણ સંકલ્‍પ લેવડાવ્‍યો હતો. ડીઆરએમ શ્રી જૈને શપથ અપાવી હતી કે અમે ભારતવાસી આપણાં દેશની અહિંસા અને સહનશીલતાની પરંપરામાં દૃઢ વિશ્વાસ કરીએ છીએ અને સંપૂર્ણ રીતે વચન આપીએ છીએ કે અમે બધા પ્રકાર ના આતંકવાદ અને હિંસાનો વિરોધ કરીએ છીએ. અમે માનવ જાતિના તમામ વર્ગો વચ્‍ચે શાંતિ, સામાજિક સદ્ભાવ અને સૂઝબૂઝ સ્‍થાપવા માટે અને માનવ જીવનના મૂલ્‍યોને જોખમ પહોંચાડવા વાડી તમામ પ્રકારની  વિઘટનકારી શક્‍તિઓથી લડવાની શપથ લઈએ છીએ. આ પ્રસંગે સીનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ, સહાયક કાર્મિક અધિકારી શ્રી અનિલ શર્મા, વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને મોટી સંખ્‍યામાં રેલવે કર્મચારીઓ હાજર હતા.

(3:21 pm IST)