રાજકોટ
News of Saturday, 21st May 2022

બાઇક ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર રામસીંગ કુવાડવા ચોકડી પાસેથી પકડાયો

સાયલાના ધારાડુંગરી ગામનો શખ્‍સ પાંચ વાહનચોરીના ગુનામાં સામેલ

રાજકોટ તા.ર૧: કુવાડવા ચોકડી પાસેથી કુવાડવા પોલીસે બાતમીના આધારે બાઇક ચોરીના ગુનામાં એક વર્ષથી ફરાર સાયલાના ધારાડુંગરીના શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કુવાડવા રોડ ચોકડી પાસે એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની કુવાડવા પોલીસ મથકના હેડ કોન્‍સ. અરવીંદભાઇ મકવાણા તથા વિરદેવસિંહ જાડેજાને બાતમી મળતા રામસીંગ જકશીભાઇ બોદકીયા (ઉ.વ.૩૦) (રહે.ધારાડુંગરી તા.સાયલા)ને ચોરાઉ બાઇક સાથે કુવાડવા રોડ ચોકડી પાસેથી પકડી લઇ જીજે ૩એફએ ૨૧૦૧ નંબરનું બાઇક કબ્‍જે કર્યુ હતું. પોલીસે પૂછપરછ કરતા તેણે આ બાઇક જાન્‍યુઆરી મહિનામાં કુવાડવા રોડ આઇ.ઓ.સી. ગેસ પ્‍લાન્‍ટ ગેઇટ નં.૫ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીઆઇ બી.એમ.ઝણકારના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.આર.વાણીયા, હેડ. કોન્‍સ.અરવીંદભાઇ, અજીતભાઇ, કોન્‍સ. વિરદેવસિંહ, દેવેન્‍દ્રભાઇ, નિલેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:12 pm IST)